સેન્સેક્સ 11 વાગ્યા સુધીમાં 4131.44 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો છે. બીએસઈ ખાતે ટોપ લૂઝર્સમાં અદાણી ગ્રૂપના શેર્સ જોવા મળ્યા છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ 18.52 ટકા, અદાણી ગ્રીન 17.67 ટકા, અદાણી પાવર 16.5 ટકાના કડાકા સાથે ટોપ લૂઝર્સ રહ્યા છે. લોકસભા ચૂંટણી પરિણામોની મતગણતરીમાં ભારે રસાકસી વચ્ચે અદાણી જૂથની કંપનીઓના શેરમાં 19 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. જેમાં તેની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ 10 ટકા લોઅર સર્કિટ સાથે 3280.85ના ઈન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો.
એક્ઝિટ પોલના ધાર્યા પરિણામ હજુ સુધી જોવા ન મળતાં શેરબજારમાં મોટા કડાકા સાથે રોકાણકારોના 26 લાખ કરોડ ધોવાયા છે. બીએસઈ ખાતે 3753 સ્ક્રિપ્સ પૈકી 390 શેર્સ સુધારા તરફી, જ્યારે 3259 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. 104 શેર્સ વર્ષની ટોચે અને 164 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. આજે 518 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 93 શેર્સમાં અપર સર્કિટ વાગી છે.
અદાણી ગ્રૂપના શેરોમાં છેલ્લા કેટલાક સમયથી ઉછાળાના પગલે ગૌતમ અદાણીની નેટવર્થમાં બમ્પર વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે ગૌતમ અદાણીની નેટવર્થ 11.6 અબજ ડોલર વધી હતી. આ સાથે બે દિવસ પહેલાં જ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
- Advertisement -
સવારના ટ્રેડિંગ સેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પર પાછળ ચાલી રહ્યા હોવાથી શેરબજારમાં સાર્વત્રિક મોટા કડાકા નોંધાયા હતા. લોકસભા ચૂંટણી 2024ની 543 બેઠકોના વલણો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં 297 બેઠકો પર એનડીએ અને INDIA ગઠબંધન 229 બેઠકો પર લીડ કરી રહ્યો છે. જેથી શેરબજારમાં મોટા કડાકા જોવા મળ્યા છે. અદાણી ગ્રૂપની તમામ સ્ક્રિપ્સ 20 ટકા સુધી તૂટી હતી. રિલાયન્સનો શેર 10 ટકા લોઅર સર્કિટે સ્પર્શ્યો હતો. જો કે, બાદમાં 5.47 ટકા તૂટી 2856.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શેર | છેલ્લો ભાવ | કડાકો |
AMBUJA CEMENT | 579.1 | -13.64% |
ADANI PORTS & SEZ | 1,369.75 | -13.58% |
ADANI ENERGY SOLUTIONS | 1,057.10 | -13.50% |
ADANI GREEN ENERGY | 1,778.70 | -12.71% |
ADANI ENTERPRISES | 3,189.30 | -12.51% |
ADANI TOTAL GAS | 980.75 | -12.42% |
ADANI POWER | 780 | -10.86% |
ACC | 2,430.80 | -9.21% |
ADANI WILMAR | 342.7 | -6.96% |