જૈન દેરાસર નજીક જ્વેલર્સમાં ત્રણ શખસે વેપારીને માર મારી દાગીનાં-રોકડની લૂંટ કરી, ત્રણેય ફરાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. જૈન દેરાસર પાસે આવેલી મિલન જ્વેલર્સમાં ત્રણ અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. આ લૂંટારુઓએ દુકાનમાં પ્રવેશ કરીને સોની વેપારી પર હુમલો કર્યો હતો. તેમણે વેપારીને મારમારીને સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ ત્રણેય શખસો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સોની વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને લૂંટારુઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.