ડો. અનામિક શાહ અને ડો. વિશ્ર્વા આડેસરાએ વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે SSIP INNOVATION CLUB અંતર્ગત Intellectual Property Rights Ecosystem of Start-up વિષય પર સેમિનાર યોજાયો હતો. મુખ્ય વક્તા તરીકે ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલપતિ ડો. અનામિક શાહ અને ડો. વિશ્વા આડેસરા ઉપસ્થિત રહ્યા હતા.
બંને વક્તાઓએ વિષય પર વિસ્તૃત અને ગહન માહિતી આપી વિદ્યાર્થીઓને જ્ઞાનસભર બનાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ SSIP INNOVATION CLUB ના કો-ઓર્ડીનેટર ડો. સંજય ચાવડાના માર્ગદર્શન હેઠળ તથા પ્રિન્સીપાલ ડો. પરેશ રાવલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ સેમિનાર ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ અને કોટક સાયન્સ કોલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.