ગાયક રાહુલ મહેતા, અપેક્ષા પંડ્યાએ ટીમલી, છલીડો, ઉ.ગુજરાત પેટર્ન પર રંગ જમાવ્યો
ગાયકોએ રામનાથ મહાદેવની આરતી વગાડી ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
શહેરની પ્રતિષ્ઠિત સહિયર ક્લબ દ્વારા આયોજિત સહિયર રાસોત્સવમાં બીજા નોરતે માની આરતીથી રાસઉત્સવ શરૂ થયો. ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના નિમંત્રણથી રાજકોટ મહાનગરપાલિકાના તુષાર સુમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ શહેર ભાજપ કમલેશભાઈ મિરાણીએ પરિવાર સાથે ઉપસ્થિત રહી રાસોત્સવ માણ્યો હતો. પ્રથમ દોરમાં ગરબાની મોજ અપેક્ષા પંડ્યાના સૂરથી તથા બીજા સૂરમાં રાહુલ મહેતાએ ખેલૈયાને મનગમતા રાસ રમાડ્યા હતા. ટિમલી, છલીડો, ઉત્તર ગુજરાત પેટર્ન પર બંને ગાયકોએ રંગ જમાવ્યો. રાત્રે ફાઈનલ દોર પહેલા 25માં વર્ષની ઉજવણી કરતાં આયોજકો સુરેન્દ્રસિંહ વાળા, ક્રિષ્નાપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદ્દેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢીયા, પ્રતિકભાઈ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઈ નથવાણી, દીપકસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, આકાશભાઈ કાથરાણી, યુવરાજસિંહ ચુડાસમા, અભિષેકભાઈ શુક્લ, નિરવભાઈ પોપટ, રવિભાઈ આડેસરા, ભરતભાઈ વ્યાસ, રૂપેશભાઈ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, એહમદ સાંઘ, ડો. ઈન્દ્રવિજયસિંહ રાણા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખિયા, નીલેશભાઈ ચિત્રોડા, અનીશભાઈ સોની, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્યા સહિત તમામ આયોજકોએ માની આરતી કરી હતી. મંચ પર માતાજીની સ્થાપના કરી વૈદિક પરંપરા મુજબ ઘીના દીવા કરી માની આરતીમાં હજારો ખેલૈયાઓ મોબાઈલથી ફ્લેશ લાઈટ કરી જોડાયા હતા. મહાઆરતી તેજસ શિશાંગીયા, રાહુલ મહેતા તથા અપેક્ષા પંડ્યાએ ભાવથી સ્વરમાં રજૂ કરી હતી. ત્યાર બાદ હિતેષ ઢાંકેચા, દર્શન ઢાંકેચા તથા ઢાંકેચા બ્રધર્સ, જીલ એન્ટરટેનમેન્ટના સથવારે રાજકોટના રાજા ભગવાન રામનાથ મહાદેવની આરતી વગાડીને શ્રાવણ મહિના જેવું વાતાવરણ ઉભું કર્યું હતું. વિજેતાઓને સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ક્રિષ્નાપાલસિંહ વાળા, યુવરાજસિંહ વાળા, પ્રકાશભાઈ કણસાગરા, પિયુષભાઈ રૈયાણી, આશિષ પંડ્યા, છત્રપાલસિંહ વાળા, અર્જુનસિંહ વાળા, વેદાંતસિંહ વાળા, યક્ષદિપસિંહ વાળા, સહિયરના ફોટોગ્રાફર સંદિપ આશિયાણી (શ્રી નાથજી વીડિયો), બર્થ ડે બોય અનિષ કુરેશી, ભરતભાઈ સાટકીયા, હાર્દિકસિંહ ઝાલા, જયદીપ પૂજારા, મોહિત તલસાણિયા, પોલીસ કર્મી નીલેશભાઈ વઘાસિયા, ટિકિટબારીના સંયોજક ભગીરથસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજાના હસ્તે પ્રિન્સ-પ્રિન્સેસને ઈનામો વિતરણ કરવામાં આવ્યા હતા.