નવી કંપનીઓએ શેર-પ્રીમીયમની યથાર્થતા સાબિત કરવી પડશે
ખાસ-ખબર સંવાદદાતા
શેરબજારમાં વધતા ઈન્વેસ્ટરોના આકર્ષણ વચ્ચે સ્ટાર્ટઅપ કંપનીઓએ ધરખમ પ્રીમીયમ વસુલ્યા બાદ ભાવમાં કડાકા સર્જાયા છે ત્યારે સેબી હવે મેદાને આવ્યુ છે. ઈન્વેસ્ટરોના નાણા ડુબતા બચાવવા જુની સિસ્ટમ-માપદંડોમાં બદલાવ કરવાની ઈચ્છા દરખાસ્ત કરી છે. સેબીના કહેવા પ્રમાણે નવી કંપનીઓ દ્વારા નકકી કરાતા પ્રીમીયમની ચકાસણી કરવા માટે જુના નિયમો-માપદંડો પર્યાપ્ત નથી. આવી કંપનીઓના હિસાબી સરવૈયાઓની ઉંડાણપૂર્વક તપાસ જરૂરી બનશે જેથી નાના ઈન્વેસ્ટરોનું રોકાણ સુરક્ષિત રહી શકે.
સેબીએ અગાઉ સ્ટાર્ટઅપ કંપનીઓ માટે લીસ્ટીંગ નિયમો એકદમ સરળ બનાવી દીધા હતા પરંતુ ઝોમેટો તથા પેટીએમના શેરના ભાવ લીસ્ટીંગ બાદ 70 ટકાથી વધુ તૂટી જતા નાના ઈન્વેસ્ટરોને મોટું નુકશાન થયું છે.પેટીએમનો શેર 2150માં અપાયો હતો તે તાજેતરમાં 600 રૂપિયા પર આવી ગયો હતો. આ જ રીતે અન્ય ટેક કંપનીઓના શેર પણ 50થી70 ટકા નીચે ઉતરી ગયા હતા. હવે નાના ઈન્વેસ્ટરોની સુરક્ષાને ધ્યાને રાખીને સ્ટાર્ટઅપમાં રોકાણને ઈકવીટીમાં રૂપાંતર કરવાનો સમયગાળો વધારીને 10 વર્ષ કરી નાખ્યો છે. અત્યાર સુધી આ સમય પાંચ વર્ષનો હતો. સેબી દ્વારા નવી કંપનીઓના નાણાકીય સરવૈયા પારખવા માટે મુખ્ય પ્રદર્શન ઈન્ડેકસને આધાર બનાવવાની ભલામણ કરી છે.
- Advertisement -
BSEમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10 કરોડ
બીએસઈમાં આજે રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10 કરોડને વટાવી જતાં બીએસઈની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું હતું. આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે બીએસઈ તેના 147 વર્ષના ઈતિહાસમાં રાષ્ટ્રઘડતર અને મૂડીસર્જન માટેના ઉદ્દીપકની ભૂમિકા નિભાવતું રહ્યું છે. મોટી સંખ્યામાં રોકાણકારો ભારતીય શેરબજાર સાથે જોડાઈ રહ્યા છે તે ભારતીય સરકારમાં, તેની નિયામક એજન્સીઓ અને દેશના અર્થતંત્રના વિકાસમાં મૂકેલા વિશ્ર્વાસને દર્શાવે છે, જેના દ્વારા દેશ પાંચ ટ્રિલ્યન અમેરિકી ડોલરનું અને તેથી પણ અધિક મોટા કદના અર્થતંત્ર તરીકે ઊભરવાના લક્ષ્યને હાંસલ કરી શકશે.
આ પણ વાંચો : 24 માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે
https://khaskhabarrajkot.com/2022/03/21/president-ramnath-kovind-will-visit-gujarat-on-march-24/