રોબોટ સર્જરીમાં વૈજ્ઞાનિકોને મળી સફળતા: અમેરિકાની જોન હોપક્ધિસ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કર્યો એઆઈ રોબોટ: જો કે રોબોટ સર્જરીમાં સુરક્ષાનો મુદો મહત્વનો- હેક થઈ જવાનો ખતરો
વૈજ્ઞાનિકોએ રોબોટ સર્જરીમાં મોટી સફળતા મેળવી છે. અમેરિકાની જોન હોપક્ધિસ યુનિવર્સિટીએ આવો એક એઆઈ રોબોટ તૈયાર કર્યો છે, જે વિડીયો જોઈને સોઈ અને ટાંક લગાવવા જેવી પ્રક્રિયાઓને અંજામ આપી રહ્યા છે. તેને ‘ધી વિંચી સર્જીકલ સીસ્ટમ નામ અપાયું છે.
- Advertisement -
શા માટે ખાસ છે આ રોબોટ:
દુનિયાભરમાં લગભગ 7 હજાર ધી વિંચી રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે પણ આ રોબોટના પ્રોગ્રામીંગમાં દરેક તબકકે મેન્યુઅલ કોડીંગની જરૂરત રહે છે, જેથી સર્જરીમાં લાંબો સમય લાગે છે. આ રોબોટે સોઈ લગાવવી, ટીશ્યુઓ હટાવવા, ટાંગા લગાવવા વગેરે કામો વિડીયો જોઈને શીખી લીધા છે.
રોબોટિક સર્જરી નવી નથી:
કોરોના બાદ યુરોલોજી, ઓન્કોલોજી, નેફ્રોલોજી, સ્ત્રી રોગ અને લેપ્રોસ્કોપીમાં નિયમિત રીતે રોબોટીક સર્જરીમાં મદદ લેવામાં આવી રહી છે. ‘ધ વિંચી’ એક રોબોટિક સર્જીકલ રોબોટને ચાર હાથ હોય છે, જે સર્જીકલ ઉપકરણો અને કેમરાથી સજજ છે અને એક ડોકટરના કાઉન્સેલર (સલાહ)ને દૂરથી નિયંત્રીત કરે છે.
આવી રીતે કામ કરે છે આ ટેકનીક:
સંશોધકોએ પોતાના મોડેલમાં ચેટજીપીટીને પણ સામેલ કર્યું છે. તે રોબોટને ગાણિતિક સૂત્રોની મદદથી મેડીકલની ભાષા શીખવે છે. સાથે સાથે રિયલ ટાઈમ સર્જનના હાથોની પણ નકલ કરે છે.
- Advertisement -
સુરક્ષા મુખ્ય મુદ્દો:
રોબોટિક સર્જરી માટે વિનિમયન સુરક્ષા મુખ્ય મુદ્દો છે. સર્જીકલ રોબોટોને હેક કરવાનો પણ ખતરો રહેતો હોય છે. એમ્સ-2022-23માં વર્ષમાં સાઈબર હુમલાની ઝપટમાં આવ્યું હતું અને તેમનું સર્વર 15 દિવસ સુધી ડાઉન રહ્યું હતું.
ઝડપથી વધી રહ્યું છે બજાર:
રોબોટિક સર્જરીનું બજાર ઝડપથી વધી રહ્યું છે. સેન્ડ માર્કેટના અનુસાર સર્જીકલ રોબોટનું વૈશ્ર્વિક બજાર આ વખતે 17.1 અબજ ડોલરથી વધીને 2029 સુધીમાં 23.7 અબજ ડોલર થઈ શકે છે.
જયારે ભારતી બજારમાં રોબોટિક સર્જરીનું બજાર આગામી 6 વર્ષમાં 95.25 કરોડ ડોલર થઈ જશે. આ વધારો હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો અને ખર્ચ ઘટાડવાની જરૂરિયાતથી પ્રેરિત છે.