હોંશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.25,000 સુધીની સહાય; અરજી માટે પોર્ટલ લોન્ચ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રોટરી ક્લબ ઓફ મીડટાઉન (Rotary Club of Midtown)ના સહયોગથી શ્રી ટપુભાઈ મહેતા અને શ્રીમતી દયાકુંવરબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ સ્કોલરશિપ યોજનાનો વ્યાપ હવે સમગ્ર રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 સુધી વધારવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષમાં આ યોજના થકી અંદાજે દોઢ કરોડ રૂપિયાની સ્કોલરશિપ 300થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, જેઓ ITI, મેડિકલ અને એન્જિનિયરિંગ જેવી ખ્યાતનામ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. ધો. 12 પછી મેડિકલ, એન્જિનિયરિંગ, CA વગેરે અભ્યાસ માટે 90% PR ધરાવતા વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ રૂ. 25,000/- સુધીની સહાય મળી શકશે. વિદ્યાર્થીઓ ઘર બેઠા અરજી કરી શકે તે માટેwww.Rotary3060Scholarship.org વેબ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.