ગીરમાં ‘બુકિંગ માફિયા’ સક્રિય? 5000ની પરમિટ 25,000 ખંખેરી લેવાનો કીમિયો
પ્રવાસીઓ બુકિંગ ફૂલ જોઈ સાસણ જવાનું કેન્સલ કરે તો સ્થાનિકને ફટકો હોટલ એસોસિએશનની સાઇબર ક્રાઇમ અને સરકારમાં રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
સાસણ ગીર અભ્યારણમાં ગીર જંગલ સફારી માટે નાતાલ અને થર્ટીફસ્ટ ડિસેમ્બર સુધીમાં સિંહ દર્શન માટે ઓનલાઇન 900 પરમીટ માત્ર 18 થી 20 મિનિટ માં ઓનલાઇન બુકીંગ થઇ જતા ગીર જંગલ સફારી પાર્ક માટેની પાંચ દિવસની ઓનલાઇન પરમીટ બુકીંગમાં કૌભાંડ થયાની આશંકા વ્યક્ત કરી સાસણ ગીર હોટલ એસોસિએશનને સાઇબર ક્રાઇમ ગાંધીનગર અને રાજ્ય સરકારના વન વિભાગને લેખિત ફરિયાદ કરીને તપાસની માંગણી કરતા તપાસનો ધમધમાટ શરુ થયો છે. સાસણ ગીર હોટલ એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ જીવાણી તથા અન્ય હોદેદારોએ વનવિભાગ અધિકરીઓને રૂબરૂ મળી ઓનલાઇન બુકીંગમાં થયેલ ગેરરીતિ મામલે લેખિત રજૂઆત કરી હતી જેમાં ગીર જંગલ સફારી માટે ઓનલાઇન કેન્સલ પોલિસી બંધ કરી તેની તપાસ શરુ થઇ છે. હવે નાતાલથી થર્ટીફસ્ટ ડિસેમ્બર સુધી ઓનલાઇન એડવાન્સ બુકીંગ થયેલ પરમીટની ખરાઈ કરી તપાસ થશે જરૂરી પડ્યે આ અંગે વનવિભાગ ફરિયાદ પણ કરશે તેવી હોટલ એસોસિએશનને ખાતરી આપી છે. હોટલ એસોસિએશનને સાઇબર ક્રાઇમમાં પણ ફરિયાદ આપેલ છે. જેના અંતર્ગત સાયબર ક્રાઇમના અધિકરીઓએ કહ્યું કે, વન વનવિભાગની સત્તાવાર વેબસાઈટ હોવાથી વનવિભાગે ફરિયાદી બનવું યોગ્ય છે. હોટલ એસોસિએશનના પદાધિકરીઓએ વન વિભાગના ઉંચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા ફરિયાદ નોંધવાનું આશ્વાસન આપ્યું છે.
સાસણ ગીર આવતા પ્રવાસીઓ સાથે કઈ રીતે ફ્રોડ થાય છે.
સાસણ ગીર અભ્યારણ જંગલ સફારી શરુ થતા અને ગીર જંગલ સફારીનું ઓનલાઇન બુકીંગ શરુ થતાની સાથે જ કૌભાંડ આચરતા લોકો સક્રિય થયા ગયા છે. અને પોતાના ભાઈ બંધ અને સગા વ્હલાના નામે બુકીંગ કરાવી લેતા હોઈ છે. બાદમાં જંગલ સફારીની રૂપિયા 5,000 હજાર ની ટિકિટ દૂર દૂર થી આવતા પ્રવાસીઓને 25,000 લઇ લે છે અને પ્રવાસીઓને લૂંટની પોતાના ખિસ્સા ભરી લે છે. બીજી તરફ વનવિભાગની ગવર્મેન્ટ સાઈટ સિવાય અન્ય પણ ઘણી સાઈટ જોવા મળે છે તેમાં પણ ઘણા પ્રવસીઓ છેતરાઈ રહ્યા છે.
સાસણ ગીર હોટલ એસોસિએશનના પ્રમુખનું શું કેહવું છે
સાસણ ગીર હોટલ એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ જીવાણીએ ખાસ ખબર સાથે વાત કરતા કહ્યું હતું કે, જે રીતે નાતાલ અને થર્ટીફસ્ટમાં જંગલ સફારીનું બુકીંગ ફૂલ થયું તે જોતા ઓનલાઇન બુકીંગમાં ગોટાળો થયો છે. જેના લીધે અમે લેખિત ફરિયાદ કરી છે પણ હાલ રાષ્ટ્રપતિની મુલાકત બાદ વધુ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે રીતે ઓનલાઇન બુકીંગ થયું તેના લીધે સાસણ ગીર આવતા પ્રવાસીઓ જયારે બુકીંગ ફૂલ જોઈને પોતાનો ફરવાનો પ્રોગ્રામ કેન્સલ કરી અન્ય જગ્યા પસંદ કરી લે છે જેના લીધે સાસણ આસપાસ આવેલ 400 જેટલી હોટલ અને સ્થાનિકને રોજગારીમાં નુકશાની થશે. વધુ કહ્યું કે આ મુદ્દે હજુ અમારી લડત ચાલુ રહશે અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.



