SBIમાં એક મહિનામાં 4 વાર ‘ફ્રી કેશ’ ત્યાર પછી ચાર્જ
એસબીઆઈની શાખા હોય કે એટીએમ, હવે મહિનામાં ફક્ત ચાર વાર જ રોકડ ઉપાડ કરી શકાશે. ત્યાર પછી દરેક કેશ વિથડ્રોઅલ વખતે તમારા ખાતામાંથી રૂ. 15 અને જીએસટી કપાશે.
10 પાનાની મફત મળતી ચેકબુક પણ હવે ફ્રી નહીં મળે. તેના માટે બેંક રૂ. 40 અને જીએસટી પણ વસૂલશે. જો ઈમર્જન્સીમાં ચેકબુક લેવી હશે તો રૂ. 50 ચાર્જ લેવાશે. જો ચેકબુક થકી હોમ બ્રાંચમાંથી જ રૂપિયા નીકાળશો, તો ચાર્જમાં છૂટ મળી શકે છે. આ નિયમ વરિષ્ઠ નાગરિકોને લાગુ નહીં પડે. પહેલાની જેમ ચેકબુક મફતમાં નહીં મળે.
આવકવેરો
આવક અધિનિયમમાં હાલમાં જ સેક્શન-194 ક્યુ જોડવામાં આવ્યો છે. આ સેક્શન કોઈ ચીજવસ્તુ ખરીદવા માટે પહેલેથી નક્કી કિંમત પર લાગતા ટીડીએસ અંગે છે.
- Advertisement -
નવા સેક્શન હેઠળ રૂ. 50 લાખથી વધુની વેપારી ખરીદી પર 0.10% ટીડીએસ કપાશે. જો ગયા વર્ષે કોઈ વેપારીનું ટર્નઓવર રૂ. 10 કરોડથી તેનાથી વધુ રહ્યું હોય, તો આ વર્ષે તે રૂ. 50 લાખથી વધુનો માલ ખરીદી શકશે. તેના ઉપર વેચાણ થશે, ટીડીએસ કપાશે.
1 જુલાઈથી 206 એબી સેક્શન પણ અમલી થઈ જશે. તે અંતર્ગત જો વિક્રેતાએ બે વર્ષ સુધી રિટર્ન ફાઈલ નહીં કર્યા હોય, તો ટીડીએસ 5% થઈ જશે. એટલે કે જે ટીડીએસ ફક્ત 0.10% હતો, તે 5% થવાનો અર્થ એ છે કે, ટીડીએસનો દર 50 ગણો વધી જશે. જો ગયા નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) રૂ. 50 હજારથી વધુ હશે, તો પણ ટીડીએસ કપાત 5%ના દરે ગણાશે.
કાર
હ દેશની સૌથી મોટા કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાની કાર અને હીરોના બાઈક 1 જુલાઈથી મોંઘા થઈ જશે. હીરો સ્કૂટર અને મોટરસાઈકલના એક્સ શો રૂમની કિંમત રૂ. ત્રણ હજાર સુધી વધી રહી છે. બીજી તરફ, મારુતિ પણ તેના અનેક સેગમેન્ટની કારના ભાવ વધારશે.
- Advertisement -
LPG
1 જુલાઈથી એલપીજી સિલિન્ડરની કિંમત પણ વધારાશે. જોકે, કેટલી કિંમત વધશે, તે ઓઈલ કંપનીઓએ જાહેર નથી કર્યું. જોકે, એલપીજીના ભાવ વધશે એ નક્કી છે.