SBIએ તેની વેબસાઈટ પર બોન્ડની માહિતી આપવી પડશે
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલેક્ટરોલ બોન્ડ સ્કીમને ‘ગેરબંધારણીય’ ગણાવીને તેની માન્યતા રદ કરી હતી. સર્વોચ્ચ અદાલતે તેના નિર્ણયમાં એ પણ સ્વીકાર્યું કે, ચૂંટણી બોન્ડની ગુપ્તતા કલમ 19(1)(ફ) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ચૂંટણી બોન્ડ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને કાળા નાણાંને કાબૂમાં લેવાનો એકમાત્ર રસ્તો નથી. સુપ્રીમ કોર્ટે બેંકોને ઈલેક્ટરોલ બોન્ડનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જઇઈં)ને 5 વર્ષ પહેલા ઈલેક્ટરોલ બોન્ડ સ્કીમની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કયા પક્ષને કેટલા ઈલેક્ટરોલ બોન્ડ જારી કર્યા છે તેની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. જઇઈંએ ત્રણ સપ્તાહની અંદર ચૂંટણી પંચને ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષો દ્વારા મેળવેલા દાનની વિગતો આપવાની રહેશે. સર્વોચ્ચ અદાલતે એસબીઆઈને તેની વેબસાઈટ પર ઈલેક્ટરોલ બોન્ડ સંબંધિત માહિતી પ્રકાશિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ઈઉંઈંની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેંચે ગયા વર્ષે 2 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચૂંટણી દાન સંપૂર્ણપણે ‘નફા માટે નફા’ની શક્યતા પર આધારિત ઈઉંઈં ઉઢ ચંદ્રચુડ ઉપરાંત સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા. જઇઈંએ રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા ચૂંટણી બોન્ડની વિગતો પણ સબમિટ કરવાની રહેશે. ઈલેક્ટરોલ બોન્ડની રોકડ રકમ ખરીદનારના ખાતામાં પરત કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું- કોર્પોરેટ ડોનર્સની માહિતી ચૂંટણી બોન્ડ દ્વારા જાહેર કરવી જોઈએ. કારણ કે કંપનીઓ દ્વારા રાજકીય
પક્ષોને આપવામાં આવતું ચૂંટણી દાન સંપૂર્ણપણે ‘નફા માટે નફા’ની શક્યતા પર આધારિત છે.
- Advertisement -
2018થી 2023 વચ્ચે વેંચાયેલા કુલ બોન્ડ પૈકી 55% ભાજપને મળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સર્વોચ્ચ અદાલતે વર્ષ 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બોન્ડની કાયદેસરતાને મુદ્દે નિર્ણાયક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય હોવાનું કહીને તેના પર પ્રતિબંધ લાદી દીધો છે. ચૂંટણી ભંડોળ પ્રાપ્ત કરવાની કાર્યવાહીમાં પારદર્શકતા લાવવા ચૂંટણી બોન્ડ યોજના અમલી બની હતી. આરટીઆઇ અરજી થકી પ્રાપ્ત માહિતી મુજબ 2 થી 11 જાન્યુઆરી 2024ની મુદત દરમિયાન રૂપિયા 570 કરોડથી વધુના બોન્ડ વેચાયા હતા. વર્ષ 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ થઇ હતી. વર્ષ 2018 થી 2023 દરમિયાન વેચાયેલા રૂપિયા 12,008 કરોડના ચૂંટણી બોન્ડ પૈકી ભાજપને 55 ટકા અર્થાત રૂપિયા 6564 કરોડનું ચૂંટણી ભંડોળ મળ્યું છે. કોંગ્રેસને 9.5 ટકા અર્થાત રૂપિયા 1135 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ પ્રાપ્ત થયું છે.