પ્રસ્થાન:
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું તું પણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું, કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તો એ ન માગે
– નરસિંહ મહેતા
કહેવાની જરૂર નથી કે ઉપર કહેલી વાત ઓશોની જ હશે. કૃષ્ણ એ બધા અંતિમોની
વચ્ચેનો મધ્યમાર્ગ નથી પણ તે બંને અંતિમોને જોડતી કડી છે. મને કૃષ્ણ હંમેશા મારા મિત્ર જેવા લાગ્યા છે તો હમણા જ જન્માષ્ટમી પસાર થઈ તો તે નિમિતે પ્રસ્તુત છે તેમની મને અત્યંત પ્રિય એવી વાતો.
“આ સૃષ્ટિમાં જ્ઞાન જેટલું પવિત્ર બીજું કશું નથી.” ભગવદ ગીતાના આ વાક્યમાંથી કૃષ્ણની પ્રેમી તરીકેની જ છબીને જનમાનસમાં સ્થાપનારા કે બળગોપાળની લીલાઓને જ કૃષ્ણચરિત્ર તરીકે ખપાવનારા સાહિત્યકારો, કથાકારો, કવિઓ કે સિરિયલોના નિર્માતાઓ કૈક ધડો લે તો સારું. પોતાના મર્યાદિત અભ્યાસકે જ્ઞાનને લીધે કૃષ્ણ જેવા બહુઆયામી વ્યક્તિત્વને અમુકતમુક ચોકઠામાં ફિટ કરવા કરતાં મૂંગુ રહેવું સારું.
- Advertisement -
મહાભારત સિરિયલ જોઈ ત્યારે કૃષ્ણના અમુક સંવાદો સાંભળીને લાગ્યું કે તેઓ ત્યારે પણ આધુનિક હતા અને હંમેશા રહેશે.
કૃષ્ણ પોતાની બહેન સુભદ્રાને કહે છે,”
કૃષ્ણ બલરામ અને તેની સાથે રહેલા એ બધા દરબારીઓ અને સૈનિકો કે જે અર્જુન સાથે લડવા માગતા હોય તેને કહે છે
ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં કૃષ્ણ ઇન્દ્રિયો, વિષયો અને તેનાથી ઉપજતા કામ ઉપજતી કામના અને તેમાંથી પરિણમતા ક્રોધ વિશે સમજાવે છે. આ બધું સમજીને અર્જુન મૂંઝાઈ જય છે એટલે શરૂઆતમાં જ તે કૃષ્ણને નિખાલતાથી પૂછી લે છે,” હે અચ્યુત, જો જ્ઞાન કરતાં કર્મ વધારે સારું હોય તો તમે મને શા માટે આવું ઘોર કર્મ કરવા પ્રેરો છો?” ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે કંઈ પણ ન કરવા કરતાં કંઈક કરવું શ્રેષ્ઠ છે અને તું કોઈપણ સમયે કંઈક ને કંઈક તો કરીશ જ તો પછી આ કર્મનો માર્ગ જ તારા માટે શ્રેષ્ઠ છે.” બસ આ જ વાત છે દોસ્ત! તમે ક્યાંથી એવો છો, તમારા માતાપિતા કોણ છે, તમારી ચામડીનો રંગ, તમારી ઊંચાઈ, વજન, દેખાવ કંઈ પણ મહત્વનું નથી. તમે શું કરો છો એ મહત્વનું છે. આ દુનિયામાં ઉપરોક્ત પૈકી કોઈપણ બાબત ભૂલાઈ જશે. માત્ર તમારા જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયગાળા દરમિયાન તમે શું કર્યું એ એ જ યાદ રહેશે. બેટમેનનું પણ એક અમર ક્વોટ છે કે તમારા કામ સિવાય બીજું કશું મહત્વનું નથી. માર્ક્સ ઓરેલીઅસે ઓન કહ્યું છે કે, ગુલઝાર સાહેબે પણ લખ્યું છે,” મેરી આવાઝ હી પહેચાન હૈ ગર યાદ રહે. નામ ગુમ જાયેગા ચહેરા યે બદલ જાયેગા.”
આમ સાવ મારુ ચિંતન નથી પણ મેં વાંચેલું છે અને મને આ અર્થઘટન ગમે છે. મહાભારતનું એક બહુ ચર્ચિત અને પ્રસિદ્ધ ચિત્ર છે: અર્જુન રથ પર સવાર છે, માધવ રથના સારથી છે. આ ચિત્ર એક રૂપક છે: રથ એ આપણું શરીર છે, અશ્વો એ ઈન્દ્રીઓ છે, અર્જુન જીવાત્મા છે અને માધવ પરમાત્માને વરેલી બુદ્ધિ. રથરૂપી શરીરનું સંચાલન ઈંદ્રિયોરૂપી અશ્વો પાસે છે અને એ રથ પર સવાર છે અર્જુન એટલે જીવ. જો આખા રથને સંભાળનાર કૃષ્ણ હોય તો તે તેના સવારનો વિજય છે. આનાથી સાવ વિપરીત દ્રષ્ટાંત કર્ણનું છે: તેનો સારથી શલ્ય કે જેને પૂર્વનિયોજિતપણે કર્ણને નિરુત્સાહ કરવાનું કામ સોંપાયું છે એટલે તે આખા યુદ્ધ દરમિયાન કર્ણને કોસતો જ રહે છે પરિણામે કર્ણ એટલે કે જીવાત્મા અને બુદ્ધિ વચ્ચે સતત સંઘર્ષ રહે છે જે તેની ઉર્જા ઘટાડે છે. અંતે કર્ણ પરાભવને પામે છે. કોણ સંચાલન કરે છે તે મહત્વનું છે. એટલે કૃષ્ણ એ ઉત્તમ ગુરુ છે તેઓ સખ્યભાવથી ઉપદેશ આપે છે અને છેલ્લે લોકશાહીના સૂરમાં કહી દે છે: યથેચ્છસિ તથા કુરુ!
ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ!
કૃષ્ણ મારા આરાધ્યદેવ કે પરમમિત્ર છે તે એટલા માટે કે તેમના કહેલા વચન આજની સ્થિતિમાં પણ બંધબેસતા છે. ગીતાજી પર અઢળક ચર્ચા, સેમિનાર થાય છે, થતા રહેશે પણ તેના અમુક અમુક શ્લોક જો યોગ્ય અર્થઘટન કરવામાં આવે તો અત્યાધુનિક (ીહિફિંળજ્ઞમયક્ષિ) કહી શકાય એવા છે.
સસલા અને કાચબાની વાર્તા ઘણી જૂની છે; બાળકોને એકબીજા સાથેની હરીફાઈ કે તુલનામાં ન ઉતરવાની સલાહ અપાય છે અત્યારે. મૌલિકતા કે ઞક્ષશિીયક્ષયતત પર ગોખાયેલા વિધાનો કે દૃષ્ટાંતો મોતીવેશનલ સેમિનારોમાં સ્ટેજ પરથી ફેંકાતા હોય છે ત્યારે મધુસૂદનના શાશ્વત ગીતમાંની આ એક પંક્તિ કેટલી અર્થપૂર્ણ અને પ્રાસંગિક છે!
અર્થાત, સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે; પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. ‘જય શ્રીકૃષ્ણ’
પૂર્ણાહુતિ:
જેની કૃપા મુંગાને બોલતો કરે છે, પાંગળાને પર્વત ઓળંગતો કરે છે, તે પરમ આનંદરૂપ ભગવાનને હું નમન કરું છું.
– શ્રીલા શ્રીધર સ્વામી