વિશ્વના પાંચમા નંબરની ઈકોનોમી ધરાવતા દેશના કરોડો પરિવારનું અર્થતંત્ર ડામાડોળ
પરિવારની બચત ત્રણ વર્ષના તળીયે; 7.2%થી ઘટી 5.1% હોય છે: પર્સનલ લોન જીડીપીના 40% નોંધાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
વિશ્વના પાંચમા નંબરના અર્થતંત્ર તરીકે નામના મેળવનાર ભારતના કરોડો પરિવારના ઘરેલું અર્થતંત્ર ‘જોખમી’ સ્થિતિમાં છે. આ ચેતવણી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ આપી છે અને તેમાં જણાવ્યું છે કે ભારતીય પરિવારો તેની રોજિંદા વપરાશ ઉપરાંત અન્ય ઉપભોગની જરૂરિયાતો પુરી કરવા પણ હવે મોટાપાયે દેવું કરે છે જેના કારણે દેશના પરિવારોની નેટ-હાઉસહોલ્ડ બચત જેને ઘરેલું બચત તરીકે ઓળખવામાં આવે છે તે ઘટવા લાગી છે.
તેનાથી પરિવારની નાણાકીય સંતુલીત સ્થિતિ સામે જોખમ પણ સર્જાઈ શકે છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા છેલ્લા બે વર્ષથી દેશમાં બેન્કીંગ અને નોન બેન્કીંગ ચેનલ મારફત જે રીતે પર્સનલ લોનનું પ્રમાણ વધી રહ્યું છે તેના પર ચેતવણી આપવા સાથે આ પ્રકારના ધિરાણને નિયંત્રીત કરવાના પ્રયાસો કરે છે તેના મુળમાં આ અનસિકયોર્ડ ધિરાણ જેની સામે કોઈ મોર્ટગેજ નથી તે ડૂબવાના એટલે કે એનપીએ થવાના વધતા દર પર મધ્યસ્થ બેન્કની ચિંતા દર્શાવે છે.તો સાથોસાથ લોકોનું જીડીપીની દ્રષ્ટિએ નેટ-ફાઈનાન્સીયલ સેવિંગ્સ- લોકોની ચોખ્ખી બચત 5% જેવી નીચી ગઈ હોવાથી પણ ચિંતીત છે. ઘરેલું કર્જ જીડીપીના 40% જેટલું ઉંચુ ગયુ છે અને બચત 5% નીચે ગઈ છે. પર્સનલ લોનમાં પર્સનલ લોનનું સૌથી વધુ પ્રમાણ છે.
- Advertisement -
ત્યારબાદ કૃષિ અને બિઝનેસ લોન આવે છે. 2022-23માં ફિઝીકલ સેવિંગ્સ 10 વર્ષના ટોપ પર પણ કુલ ઘરેલુ બચત જીડીપીના છ વર્ષના સૌથી નીચા 18.4% પર આવી ગયુ છે અને દેશની ગ્રોસ ડોમેસ્ટીક સેવિંગ્સ પણ જે 2013-14માં 31-32% પર હતી તે હવે 30.2% પર આવી ગઈ છે. 2022/23માં પરિવારોમાં વાર્ષિક ઉધારી દેવા જે જીડીપીના 5.8% થયુ છે જે અત્યાર સુધીની બીજી સૌથી ઉંચી સપાટી પર છે. રિઝર્વ બેન્કના આંકડા કહે છે કે 2023માં પરિવારની ચોખ્ખી બચત પાંચ દશકાના સૌથી નીચા- જીડીપીના 5.1% પર આવી છે જે 2022મા 7.2% હતી. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા છેલ્લા બે વર્ષથી દેશમાં બેન્કીંગ અને નોન બેન્કીંગ ચેનલ મારફત જે રીતે પર્સનલ લોનનું પ્રમાણ વધી રહ્યું છે તેના પર ચેતવણી આપવા સાથે આ પ્રકારના ધિરાણને નિયંત્રીત કરવાના પ્રયાસો કરે છે
રિઝર્વ બેન્કે પર્સનલ લોનને મોંઘી બનાવી છતા પણ તેની ડિમાન્ડ યથાવત છે. સોનાના ભાવ વધતા તેની સામેનું ધિરાણ પણ વધ્યુ છે અને જે રીતે એસયુવીની રૂા.1 કરોડના ફલેટ ખરીદાય છે તેમાં ધિરાણનું પ્રમાણ 70% છે. સંપતિમાં ધિરાણ સ્વીકાર્ય બને પણ લકઝરી ખર્ચ માટે જે દેવા થાય છે તે લાંબાગાળે મુશ્કેલી સર્જી શકે છે.