આઈકયુએસીના ડાયરેક્ટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ સિન્ડિકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.ગીરીશભાઈ ભીમાણી તથા કો-ઓર્ડીનેટર તરીકે ગણિતશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.સમીરભાઈ વૈદ્યની સર્વાનુમતે વરણી, કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીએ આઈકયુએસીના નવનિયુક્ત ડાયરેક્ટર ડો.ગીરીશભાઈ ભીમાણી તથા કોઓર્ડીનેટર ડો.સમીરભાઈ વૈદ્યને શુભેચ્છાઓ પાઠવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આઈકયુએસીની 17મી મીટીંગ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.આ મીટીંગમાં આઈકયુએસીના ડાયરેક્ટર પદેથી ડો.ગીરીશભાઈ ભીમાણી એ મુકત કરવા રજુઆત કરી હતી, જેનો સમગ્ર આઈકયુએસીના સભ્યોએ અસ્વીકાર કરેલ હતો અને સમગ્ર આઈકયુએસી કમીટીએ સર્વાનુમતે આઈકયુએસીના ડાયરેક્ટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ સિન્ડિકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.ગીરીશભાઈ ભીમાણી તથા કો-ઓર્ડીનેટર તરીકે ગણિતશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.સમીરભાઈ વૈદ્યની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીએ આઈકયુએસીના નવનિયુક્ત ડાયરેક્ટર ડો.ગીરીશભાઈ ભીમાણી તથા કોઓર્ડીનેટર ડો.સમીરભાઈ વૈદ્યને શુભેચ્છાઓ પાઠવી.