જૂનાગઢ વિભાગમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની સમીક્ષા કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
બદલાતા વાતાવરણમાં પોસ્ટ વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.પોસ્ટ વિભાગ હવે પત્ર અને પાર્સલ સાથે સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને તેમના લાભો પણ લોકોને પહોંચાડી રહ્યો છે. દેશના દરેક ખૂણે, દરેક દરવાજે, પોસ્ટ વિભાગની પહોંચ છે અને તે લોકોના સુખ-દુ:ખમાં સમાનરૂપે જોડાયેલ છે. આ ભાવનાઓ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ દ્વારા જૂનાગઢ ડિવિજનની નિરીક્ષણ મુલાકાત દરમિયાન વ્યક્ત કરવામાં આવી. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને લોકો સાથે સારું વર્તન કરવાની અને વિવિધ સેવાઓમાં નિર્દિષ્ટ લક્ષ્યોની પ્રાપ્તિ પર ભાર મૂક્યો. જુનાગઢ અધિક્ષક ડાકઘર એ.એચ.ચાવડાએ પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કરતા જૂનાગઢમાં પોસ્ટ સેવાઓની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.
- Advertisement -
કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે, પત્ર અને પાર્સલની સાથે ટપાલ વિભાગમાં સેવિંગ્સ બેંક, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર અને ડાક નિર્યાત કેન્દ્ર પણ કાર્યરત છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો આજે મોબાઈલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. ઈઊકઈ હેઠળ, તમામ સેવાઓ જેવી કે ઘરે બેઠા બાળકોના આધાર બનાવવા, મોબાઇલ અપડેટ કરવા, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, ઉઇઝ, બિલની ચુકવણી, અઊઙજ દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરેઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે.



