‘ગટરોના મેઈનહોલની સફાઈ માટે માણસોને અંદર ઉતારવાનું બંધ કરો’
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા ગટરના મેન હોલની સફાઈના મુદ્દે પ્રતિબંધ હોવા છતાં માણસોને અંદર ઉતારી ગટરો-મેનહોલની સાઇ કરવા પર રોક લગાવવાની માગ સાથે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે દવારા રાજય સરકાર અને કોર્પોરેશની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં નિર્દેશ આપ્યો છે કે, હવે બહુ થયુ, આ પ્રકારની સ્થિતિ ચલાવી લેવાશે નહીં. ગટરોના મેઈનહોલની સફાઈ માટે માણસોને અંદર ઉતારવાનું બંધ કરો. હવે જો આ પ્રકારની ફરિયાદ આવી તો તેના માટે મ્યુનિસિપલ કમિશનર, નગરપાલિકામાં ચીફ ઓફ્સિર અને ગ્રામ પંચાયતના સરપંચની જવાબદારી ગણવામા આવશે.આવી કડક હિદાયત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવી છે. ગટર અને મેઈનહોલમાં સફાઈ માટે સફાઈ કર્મચારીઓને ઉતારવા નહીં તે અંગેના હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટનો સ્પષ્ટ આદેશ અને સરકારના નિયમ હોવા છતાં સફાઇ કામદારોને ગટરના મેઈનહોલમાં ઉતારવામાં આવે છે, જે અયોગ્ય બાબત છે તેને બંધ કરવા સરકાર પ્રતિબદ્ધતા દાખવે સરકાર બનેલા બનાવો ને ધ્યાનમાં રાખીને સરકાર આવી પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ અને આ મુદ્દે સરકારે પોતાની જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ. ગટર ના મેઈનહોલમાં માણસો દ્વારા સફાઈ કરાવવાની પ્રથાને બંધ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટે અનેક મહત્ત્વના નિર્દેશ, આદેશ અને માર્ગદર્શિકા પણ બહાર પાડેલી છે. જો કે, તો પણ હાલમાં પણ મહાનગરપાલિકા સહિતના અન્ય સત્તાધીશો તેનું ખુલ્લેઆમ ભંગ કરે છે અને આ પ્રથાને ચાલુ રાખે છે. જેના લીધે, નિર્દોષ સફાઈ કામદારો અકાળે મોતને ભેટે છે. વર્ષ 2015થી લઈને અત્યાર સુધીમાં ગટર અને મેઈનહોલની સફાઈ કરવા માટે અંદર ઉતરેલા 152 જેટલા સફાઈ કામદારોના મોત થયેલા છે. જેમાંથી અનેક કાયદા મુજબ મળવાપાત્ર વળતર અપાયુ જ નથી. આ રજૂઆતના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે કે, 152માંથી 137 જેટલા કેસમાં મૃતકને વળતર ચુકવી દેવામાં આવેલુ છે. આ બાબતને લઈને કોર્ટે આપેલા આદેશનુ પાલન કરવા માટે સરકાર કટિબદ્ધ છે. સફાઈ કરવા માટે ગટરની અંદર માણસોને ઉતારવામાં આવેલ છે. માણસો ઝેરી ગેસના લીધે ગુંગળામણથી મૃત્યુ પામેલા તમામ સફાઈ કર્મચારીઓને વળતર ચૂકવવામાં આવે છે. હાઈકોર્ટે દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકા અને અન્ય સત્તાધીશોને આ મુદ્દે જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 19 જૂને હાથ ધરાશે.