ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે છેલ્લા 25 વર્ષથી સમર ટ્રેનિંગ કલાસીસ નું આયોજન કરતા આવે છે. આ વર્ષે પણ ટોકન ચાર્જથી રૂપિયા ફક્ત રૂપિયા 150/- 11 દિવસનો ચાર્જ રહેશે. સમર કેમ્પની તા. 05/05/25 થી 15/05/25 11 દિવસ માટે સાંજે 5/00 થી 7/00 કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક ખાતે યોજેલ છે. આ કલાસીસ અમોને રાજ બેંક, રાધિકા જવેલર્સ, બાન લેબ કંપની અને જોહર કાર્ડ અમને સહયોગ મળેલ છે. આ માટેના ફોમ આપવાનું ચાલુ થઇ ગયેલ છે. સરગમ ક્લબ ઓફીસ, જાગનાથ મંદિર ચોક, ડો, યાજ્ઞીક રોડ રાજકોટ. મો. 0281 – 2467717 ફોર્મ મેળવવા અને ભરવા માટેનો સમય સવારના 09/00 થી 01/00 અને બપોરના 04/00 થી 07/00 સુધીનો રહેશે.આ કલાસીસમાં કુલ 16 વિષય શીખવવામાં આવશે, તમામ ટીચર્સ નિષ્ણાંત અને જાણકાર લેડીઝ ટીચર રહેશે. આ પ્રમાણે વિષય રહેશે. બ્યુટી કેર અને હર્બલ બ્યુટી, ગ્લાસ નિબ અને ગ્લેઝ પેઈન્ટીગ અને વોલ કલોક મેકિંગ, મહેંદી (અરેબિક્સ, ટ્રેડીશનલ) હેરકટ, હેર સ્ટાયલ, મેકઅપ, ફેશન ડીઝાઈનીંગ સ્પોકન ઈંગ્લીશ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ, ફોક ડાન્સ, દાંડિયા રાસના સ્ટેપ્સ, કુકિંગ, આઈસ્ક્રીમ, સરબત, કેક, લગ્નમાં વપરાતી વસ્તુઓ, નો શણગાર તથા વેસ્ટમાંથી બેસ્ટ, ફેબ્રિક પેઇન્ટિંગ, કેલીગ્રાફ, જીન્સ પેન્ટ માંથી વિવિધ વસ્તુઓ, નેઈલ આર્ટ, છાબ ડેકોરેશન- ગીફટ પેકિંગ અને વોલ ક્લોક મેકિંગ આ મુજબના વિષયો રહેશે. આ સમર ટ્રેનીંગ ક્લાસને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હીરાણી, સુધાબેન ભાયા, જશુમતિબેન વસાણી, જયશ્રીબેન મહેતા, અલ્કાબેન ધામેલીયા, ડો. અલ્કાબેન ધામેલિયા, હેલીબેન ત્રિવેદી, કાશ્મીરાબેન નથવાણી, જ્યોતિબેન રાજ્યગુરુ, લતાબેન તન્ના, શીલાબેન જયશ્રીબેન શેજ્પાલ, જ્યોતિબેન ટીલવા, તેમજ લેડીઝ કલબના 60 કમિટી મેમ્બર ઝહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
ઇવનિંગ પોસ્ટના સિનિયર સિટિઝન માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ
સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ માં તા.21/04/25 સોમવાર નાં રોજ 5:30 કલાકે સૂર સંગમ કી સરગમ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તા.23/04/25 બુધવાર નાં રોજ 5:30 કલાકે કેટ મ્યુઝીકલ ગ્રુપ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. અને તા.24/04/25 ગુરુવાર નાં રોજ 5:30 કલાકે જય મ્યુઝીકલ ગ્રુપ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા.25 /04/25 શુક્રવાર નાં રોજ 5:30 કલાકે સૂરીલી સાંજ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ તા. 26/04/25 ને રવિવાર નાં રોજ એસ.કે. ગ્રુપ મ્યુઝીકલ ગ્રુપ દ્રારા 5:30 કલાકે એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે અને તા. 27/04/25 ને રવિવાર નાં રોજ યારાના મ્યુઝીકલ ગ્રુપ દ્રારા 5:30 કલાકે એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે જુના હિંન્દી ફિલ્મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કારાઓકે ઉપર રજુ કરવામાં આવશે. તો તમામ સરગમ કલબના ઇવનિંગ પોસ્ટના સભ્યોએ આઇકાર્ડ ઉપર પ્રવેશ મળશે. આઈકાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત છે. તેના વગર પ્રવેશ નહિ મળે. તમામ મેમ્બરે સમયસર હાજરી આપવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા અને સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોંલકી, સલીમભાઈ જેડા, તેજસભાઈ પીઠવા, હિનાબેન હિરાણી, મુકેશભાઈ માહી, અનવરભાઈ મીર, દિનેશકુમાર ધમલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.