સરગમ કલબના ઉપક્રમે હરિદ્વાર મુકામે ગંગાઘાટ ઉપર હરકીપૌડી અસ્થીઘાટ ઉપર રામનાથપરા મુક્તિધામમાં તારીખ 1/01/2024 થી 30/06/2024 સુધીના લાકડા વિભાગ તેમજ વિઘુત વિભાગના કુલ 2500 વ્યક્તિના અગ્નિદાહ અપાયેલ તે તમામના તારીખ 11/07/24 ના રોજ સવારના ગંગા નદીમાં સરગમ પરિવારના લોકોએ દરેકના વ્યક્તિગત નામ લઈ અસ્થી પધરાવેલ ત્યારબાદ ત્યાં સાધુ સંતો ને ભોજન તેમજ ચા પીવડાવેલ.
તેમજ ગંગા નદીમાં સ્નાન કરીને પૂણ્ય પ્રાપ્ત કર્યું હતું. આ માટે સરગમ ક્લબનાં કમિટી મેમ્બરો પોતાના સ્વ ખર્ચે અસ્થી વિસર્જન કરવા ગયેલા આ સેવાકીય કામ માટે શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બર ની ટીમ રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકિયા, નરેન્દ્રભાઈ આડેશરા, સુરેશભાઈ દ્રેત્રોજા, કનૈયાલાલ ગજેરા, ડો. પંકજભાઈ રાઠોડ, જયસુખભાઈ ડાભી, ગુણવંતભાઈ ભટ્ટ, મનહરભાઈ પારેખ, ધીરુભાઈ હિરાણી, ગીતાબેન હિરાણી, ઉપસ્થિત રહેલ. આ તમામ મેમ્બરો હરિદ્વારમાં અસ્થી પૂજન સેવા કાર્યમાં સહયોગ આપેલ.