અમદાવાદમાં હિન્દુ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર હાજરી આપી શકે છે. RSSના વડા મોહન ભાગવતની અધ્યક્ષતામાં સંત સંમેલન યોજાઈ રહ્યું છે.
અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ મહાસભાના નેજા હેઠળ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ અત્યારે શિવાનંદ આશ્રમ ખાતે પહોંચ્યા છે.
- Advertisement -
દેશભરમાંથી સંતો સંમેલનના લેશે ભાગ
હિન્દુ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં દેશભરના સંતો ભાગ લેશે. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલશે. દેશભરમાંથી સંતો સંમેલનના ભાગ લેશે. સંતો સાથે મોહન ભાગવની ગુપ્ત બેઠકનું આયોજન કરાયું છે.
સંત સંમેલનમાં અમિત શાહ આપી શકે છે હાજરી
સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આયોજિત સંત સંમેલનમાં અમિત શાહ હાજરી આપી શકે છે.