-2024ની તૈયારીમાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ જોડાયું: 2019માં ભાજપ આ ક્ષેત્રની 27માંથી 6 બેઠક ગુમાવી ચુકયું છે
2024ની લોકસભા ચૂંટણી માટે હવે આરએસએસના વડા મોહન ભાગવત પણ એકશનમાં આવી ગયા છે અને તેઓ એક તરફ દિપાવલી બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાધુ-સંતો અને અખાડા અને મઠોને પણ સામ્ય કરવા માટે આયોજન કરી રહ્યા છે.
- Advertisement -
ભગવાન શ્રી રામનો જે રીતે વનવાસ બાદ અયોધ્યામાં રાજયાભિષેક થયો હતો તેવા જ એક મોટા કાર્યક્રમનું આયોજન થશે તો શ્રી ભાગવત આજથી પાંચ દિવસ માટે યુપીમાં કુખ્યાત માફીયા ડોન મુખ્તાર અંસારીના ‘ઈલાકા’ તરીકે ઓળખાતા ગાઝીપુરમાં વિતાવે અને આ ક્ષેત્ર આસપાસની 27 લોકસભા બેઠકોમાં ગ્રાઉન્ડ રીયાલીટી જાણસે. પુર્વાંચલ તરીકે ઓળખાતા આ ક્ષેત્રનું ઉતરપ્રદેશના રાજકારણમાં ખાસ મહત્વ છે. કાશી પ્રાંત તરીકે ઓળખાતા ક્ષેત્રમાં શ્રી ભાગવત પાંચ દિવસ વિતાવશે. તેઓ એક બેઠક માટે ફિડબેક મેળવશે.
ભાજપ અહી ગત લોકસભા ચુંટણીમાં બેઠકો પર પરાજીત થયું હતું અને ભાગવત આ 6 બેઠકો પર હવે સાધુ-સંતો-મહંતોને ભાજપની સાથે લેશે. હાલમાં જ વડાપ્રધાન ગોરખપુરમાં ગીતા પ્રેસના શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી તે બાદ 12માં જ દિવસે પણ ભાગવત પુર્વાંચલમાં પહોંચી ગયા છે.
ભાજપે અહી સંગઠનની દ્રષ્ટિએ કાશીપ્રાંત અને ગોરખપુર પ્રાંત બે ભાગ પાડયા છે. જેમાં 27 લોકસભા બેઠકો આવે છે. કાશી ક્ષેત્રનું કેન્દ્ર વારાણસીએ ગોરખપુર યોગીનું વતન પણ છે. કાશીક્ષેત્રમાં 14 લોકસભા બેઠકમાં 12 ભાજપ પાસે છે. જયારે ગોરખપુરમાં 13માંથી 10 ભાજપ પાસે છે. અહી બસપા-સપાના ગઢ જેવા ક્ષેત્ર છે. આ ઈલાકાને માફિયા મુખ્તાર એસપી અને તેના ભાઈ અફઝલ અંસારીનો દબદબો છે. ભારત ગાઝીપુર તથા યુપીના ક્રાઈમ કેપીટલ ગણાતા મિર્ઝાપુરની મુલાકાત પણ લેશે.
- Advertisement -