કચ્છ અને અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો
અમદાવાદમાંથી ખઉ, ચરસ અને સાડા ત્રણ કિલો ગાંજો અઝજએ જપ્ત કર્યો
કચ્છનાં જખૌ બંદર નજીક 250 કરોડનું 49 પેકેટ ડ્રગ્સ ઇજઋને મળ્યું
- Advertisement -
અઝજ ડ્રગ્સ પકડવામાં સફળ પરંતુ ઓનલાઈન ડ્રગ્સનો વેપાર અટકાવવામાં નિષ્ફળ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર બની ગયું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં રાજ્યનાં વિવિધ બંદરો અને શહેરોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ અઝજ અને ઇજઋ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. પરંતુ આ પકડાયેલાં કરોડો રૂપિયાનાં ડ્રગ્સનાં જથ્થા કરતાં વધુ ડ્રગ્સ ગુજરાતમાં વેચાઈ રહ્યું છે તેવું પ્રકાશમાં આવ્યું છે. છેલ્લાં બે દિવસમાં કચ્છ અને અમદાવાદમાંથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં અઝજ અને ઇજઋને સફળતા મળી છે. જો કે, જાણવા મળતી વિગતો મુજબ હવે ડ્રગ્સ પેડલરો દ્વારા ડ્રગ્સ ઓનલાઈન વેંચવામાં આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાંજ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપેલા બે પેડલરોની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થયા છે અને અમદાવાદના જ ત્રણ પેડલરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, ડ્રગ્સ પેડલરો ઓનલાઈન એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ડ્રગ્સનું વેંચાણ કરે છે. ગત સપ્તાહે આણંદનાં વલ્લભવિદ્યાનગર જનતા ચોકડી પાસેથી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરી ડ્રગ્સની ડીલીવરી આપવા જતા લોકોને પક્ડી પાડવામાં આવ્યા છે. અઝજ ડ્રગ્સ પકડવામાં તો સફળ રહી છે પરંતુ ઓનલાઈન ડ્રગ્સનો વેપલો અટકાવવામાં નિષ્ફળ નિવડી છે.
જો છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી અઝજ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ શખ્સ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. આ શખ્સ પાસેથી 80 ગ્રામ ખઉ, 325 ગ્રામ ચરસ અને 3.50 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં આ શખ્સ અમરેલી જિલ્લાના રાજુલાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ શખ્સની પોલીસે કરેલી પૂછપરછમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ્સમાં ઓનલાઈન ડ્રગ્સ વેચાતું હોવાનું સામે આવ્યું છે.
તો બીજા બનાવમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને અઝજ દ્વારા પાકિસ્તાની બોટ અલ-નૌમાનમાંથી સાત પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ડ્રગ્સથી ભરેલી બે થેલીઓ ગયા અઠવાડિયે દરિયામાં ફેંકી દીધી હતી, ઇજઋ અને મરીન પોલીસે ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, તે જ રીકવર કરી છે અને તેમાંથી લગભગ 50 કિલો ડ્રગ્સના 49 પેકેટો મળ્યા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સની ઓપન માર્કેટમાં કિંમત 250 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં જખૌ નજીક અરબી સમુદ્રના ખાડી વિસ્તારના કિનારે ડ્રગ્સ ધરાવતા કુલ 49 પેકેટો મળી આવ્યા હતા. દરેક પેકેટનું વજન લગભગ એક કિલોગ્રામ છે.
ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર
- Advertisement -
જેટલું પકડાય છે તેનાથી અધિક વેંચાય છે!
ડ્રગ્સ પેડલર્સનો સનસનીખેજ ખુલાસો
શોપિંગ સાઈટ્સ દ્વારા ડ્રગ્સની હેરાફેરી