ડાયાબિટીસની મોઢેથી લેવાતી દવાઓનાં વેચાણમાં 55 ટકાનો વધારો થયો
ગુજરાતમાં ડાયાબિટીસ સામેની લડાઈમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લાં પાંચ વર્ષમાં એન્ટી ડાયાબિટીક દવાઓનાં વેચાણમાં 33 ટકાનો વધારો થયો છે. ફાર્મરેક દ્વારા પૂરા પાડવામાં આવેલાં ડેટા અનુસાર, ગુજરાતમાં ઑક્ટોબર 2020માં ડાયાબિટીસની દવાઓનું વેચાણ રૂ. 728 કરોડથી વધીને રૂ. 970 કરોડ થયું હતું.
ડાયાબિટીસ સાથેનાં બીજા રોગમાં પણ વધારો થયો છે જેનાથી કોમ્બિનેશન દવાઓનાં ઉપયોગમાં વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન , ઓરલ એન્ટી ડાયાબિટીક કોમ્બિનેશનનું વેચાણ રૂ 359 કરોડથી વધીને રૂ . 558 કરોડ થયું હતું , જે ઓએડીએસ માત્ર બ્લડ સુગરને જ નહીં પરંતુ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને અન્ય સહ- રોગો માટે આપવામાં આવે છે. ફાર્મરેકના વાઈસ પ્રેસિડેન્ટ શીતલ સાપલેએ જણાવ્યું કે “ઓએડી સંયોજનો ફાર્મા માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે, જેમાં મેટફોર્મિન અને ગ્લિમેપીરાઇડ જેવી દવાઓનાં વેચાણમાં ખૂબ વધારો થયો છે. આ ડાયાબિટીસ અને તેની સહ-રોગ જેવી બિમારીઓ, જેમ કે હૃદય, કિડની અને આંખ સંબંધિત બીમારીઓ માટે આપવામાં આવે છે.
- Advertisement -
ગુજરાતમાં છૂટક વેચાણ કરાયેલાં ટોચનાં પાંચ ઓએડી સંયોજનોમાં મેટફોર્મિન સાથે ગ્લિમેપીરાઇડનો સમાવેશ થાય છે, જેનું વેચાણ ઓક્ટોબર 2024માં રૂ.149 કરોડ થયું હતું. અન્યમાં મેટફોર્મિન અને ગ્લિમેપીરાઇડ, સીતાગ્લિપ્ટિન અને મેટફોર્મિન,ગ્લિમેપીરાઇડ અને વોગ્લિબોઝનો સમાવેશ થાય છે. પિયોગ્લિટાઝોન સાથે મેટફોર્મિન, અને મેટફોર્મિન સાથે ટેનેલિગ્લિપ્ટિનનું વેચાણ પણ વધ્યું છે. ભારતમાં ડાયાબિટીસનો વધતો વ્યાપ જીવનશૈલીમાં ફેરફાર, વધતી જતી સ્થૂળતા અને વૃદ્ધાવસ્થાની વસ્તીને કારણે છે. ફાર્મરેક ડેટા સૂચવે છે કે ગ્લિમેપીરાઇડ અને મેટફોર્મિનનું મિશ્રણ ટાઇપ – 2 ડાયાબિટીસ માટે આપવામાં આવે છે.
આ દવાઓનું વેચાણ 2020માં રૂ. 119 કરોડથી વધીને ઓક્ટોબર 2024 માં રૂ. 149 કરોડ થયું હતું, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવાની તેની અસરકારક ક્ષમતાને કારણે છે. સાથે સાથે મેટોરમિન અને ગ્લિમેપીરાઇડ સાથે વોગ્લિબોઝ જેવી ટ્રિપલ દવાઓનાં સંયોજનમાં પણ આ જ સમયગાળામાં વેચાણમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો હતો,
એ જ રીતે નેટફોર્મિન સાથેનાં ટેનેલિગ્લિપ્ટિન જેવાં ઇરુગ્સનું રૂ. 31 કરોડ જ્યારે મેટફોર્મિન સાથેનાં સિટાગ્લિપ્ટિનનું ઑક્ટોબર 2024 દરમિયાન રૂ. 46 કરોડનું વેચાણ જોવા મળ્યું હતું. ડાયાબિટીસની દવાઓનું વધતું વેચાણ ગુજરાતમાં ડાયાબિટીસનાં વધતાં જતાં જોખમોને દર્શાવે છે. ડાયાબિટીસની સાથે હાયપરટેન્શન , કિડનીની બિમારીઓ અને અન્ય સીવીડી જેવી બીમારીઓમાં પણ વધારો થઈ રહ્યો છે .
- Advertisement -
ભારતમાં ઇન્સ્યુલિન પ્રતિકાર સામાન્ય છે અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધારવા માટે દવાઓની જરૂર હોય તેવાં દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. આ એક મુખ્ય કારણ છે જેનાં કારણે ડાયાબિટીસની દવાઓનાં પ્રિસ્ક્રિપ્શનમાં વધારો થયો છે.