જીવદયાની વાતો કરનાર સરકાર કાયદો પાછો નહીં ખેંચે તો પાટનગરમાં ધામા
ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર કરાયો છે, પણ આ માલધારીઓએ ભારોભર વિરોધ નોંધાવ્યો છે. આ કાયદો પરત ખેંચવાની માંગ સાથે રવિવારે શેરથામાં માલધારી વેદના સભા યોજાઈ હતી.જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉમટી પડ્યા હતા. માલધારીઓએ એલાન કર્યું હતું કે વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે, ક્યારે 21નીએ સમગ્ર ગુજરાતમાં પશુપાલકો-માલધારીઓ દૂધનું વેચાણ નહીં કરે, એટલુંજ નહીં ડેરીમાં ય દૂધ નહીં ભરે. માલધારીઓએ એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે જો ઢોર નિયંત્રણ કાયદો રદ નહીં કરાય તો ગુજરાતનો માલધારી સમાજ ગાંધીનગરમાં ધામા નાખશે.
- Advertisement -
ગુજરાતમાં રસ્તા પર ઢોરના મુદ્દે હાઈકોર્ટે પણ સરકારને ફટકાર લગાવવી છે. વિધાનસભામાં ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાયો છે, હજુ રાજ્યપાલને મોકલાયો છે કે નહીં તે અંગે પણ સરકારી ફોડ પાડવા તૈયાર નથી. એટલું જ નહીં, દંડ અને સજાની જોગવાઈમાં ફેરફાર કરવા મુદ્દે પણ કોઈ હરફ પણ ઉચ્ચારતું નથી. આ સંજોગો વચ્ચે માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માંગ બુલંદ બનાવી છે.
રવિવારે શેરથામાં ગુજરાત માલધારી મહાપંચાયત આયોજીત માલધારી વેદના સભા યોજાઈ હતી. જેમાં 40થી વધુ મંદિરના ભુવાજી, 17 સામાજીક સંસ્ખથાના વડાઓ ઉપરાંત રાજકીય સામાજીક આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. માલધાપી વેદના સભામાં માલધારી આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં નિયમોને નેવે મૂકીને ઉદ્યોગપતિઓને ગૌચર અને પાંજરાપોળની જમીનોની લ્હાણી કરી દેવામાં આવે છે. ખુદ સરકારે જ વિધાનસભામાં કબુલ્યું છે કે કેટલાય ગામડાઓ એવા છે કે જ્યાં ગૌચર જ નથી.