ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત સરકારના બાગાયત ખાત હસ્તકની માંગરોળની ફળ નર્સરી રાણીબાગ ખાતે દેશી તથા હાઈબ્રીડ ટીડી તેમજ ડી*ટી જાતના નાળીયેરના રોપાનુ વહેલાં તે પહેલાંના ધોરણે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોને નાળીયેરીના રોપાની જરૂરિયાત હોય તેમણે બાગાયત અધિકારીની કચેરી, ફળરોપા ઉછેર કેન્દ્ર, રાણીબાગ પોરબંદર રોડ, માંગરોળ ખાતે રૂબરૂ મુલાકાત લઈ, ખરીદી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. દેશી નાળીયેરના પ્રતિ એક રોપના રૂ.70, હાઈબ્રીડ ટીડ઼ી નાળીયેર રોપ રૂ.150 પ્રતિ તથા હાઈબ્રીડ ડીટી રોપ રૂ.250 પ્રતિ રોપના ભાવે વહેલા તે પહેલાના ધોરણે રોપા આપવામાં આવશે.
માંગરોળની રાણીબાગ ફળ નર્સરી ખાતે નાળીયેરીના રોપાંનુ વેચાણ
