22 વર્ષની સાયરાબાનુએ 44 વર્ષના દિલીપકુમાર સાથે લગ્ન કરી સમગ્ર સિનેજગતને અચંબામાં નાખી દીધું હતું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. મુંબઈની પી.ડી. હિન્દુજા હૉસ્પિટલના ડૉ. જલીલ પારકરે આ બાબતે માહિતી આપી છે. દિલીપ કુમાર છેલ્લા 8 દિવસથી ૈંઝ્રેંમાં સારવાર લઈ રહૃાા હતા. આજે સવારે 7:30 વાગ્યે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા છે. દિલીપ કુમાર જ્યારે પણ બીમાર પડતા ત્યારે સાયરાબાનુ એક દીવાલ બનીને તેમની પડખે ઊભી રહેતી હતી. દિલીપકુમારનાં કોઇપણ સમાચાર હોય સાયરાબાનું તેમના ફેન્સ સુધી પહોંચાડતી હતી.દિલીપ કુમાર અને સાયરાબાના પ્રેમની પહેલેથી જ મિસાલ આપવામાં આવે છે. સાયરા બાનુએ 12 વર્ષની ઉંમરમાં જ કહી દીધું હતું કે, હું જો લગ્ન કરીશ તો યુસુફ સાબ સાથે જ કરીશ.
સાયરાબાનુએ એક ઇન્ટરવ્યૂમાં કહૃાું હતું કે ‘મૈને બારહ સાલ કી ઉમ્ર મેં હી તય કર લિયા થા કી અગર શાદી કરુંગી તો યુસુફ્ સાબસે હી કરુંગી. મા કે સાથ મૈ ‘મુગલે-આઝમ કા શૂટિંગ દેખને ગઈ થી. હમ લોગ જબ સ્ટુડિયો પહુંચે તો સફેદ પેન્ટ ઔર શર્ટ પહેને હુએ યુસુફ્ સાબ સ્ટુડિયોસે બાહર હી નિકલ રહે થે. હમ લોગ સમઝ ગયે કી પેક અપ હો ચૂકા હૈ. યુસુફ્ સાબને હમે કાર સે ઉતરતે દેખા તો વે રૂક ગયે. યુસુસાબ બડી શાલીનતા સે હમે સ્ટુડિયો કે અંદર શીશ મહલ કા સેટ દિખાને લે ગયે. દુસરી તરફ્ કવ્વાલી કે શૂટિંગ કી તૈયારી હો રહી થી. યુસુસાબને સેટ પર જો લોગ થે ઉન સબ કે સાથ હમારા તાર્રુફ ભી કરવાયા થા.
- Advertisement -
બાવીસ વર્ષની સાયરાબાનુએ ચુમાલીસ વર્ષના દિલીપકુમાર સાથે અચાનક લગ્ન કરીને સમગ્ર સિનેજગતને અચંબામાં નાખી દીધું હતું.
કહેવાય છે કે, ગુરુદત્તથી છૂટી પડેલી વહિદા રહેમાનની ખ્વાહીશ દિલીપકુમાર સાથે લગ્ન કરવાની હતી. પરંતુ સાવ અચાનક જ દિલીપકુમાર અને સાયરાબાનુના અણધાર્યા લગ્નનો ધડાકો થયો હતો.
સાયરાબાનુની મા નસીમ બાનુ કરતાં દિલીપકુમાર માત્ર પાંચ જ વર્ષ નાનો હતો. તેમના લગ્નના લગભગ બે વર્ષ બાદ 1968માં સાયરા બાનુની રાજેન્દ્રકુમાર સાથે ‘ઝૂક ગયા આસમાન રિલીઝ થઇ હતી. લગ્ન બાદ સાયરાબાનુએ દિલીપકુમાર સાથે ‘ગોપી ‘સગીના તથા ‘બૈરાગ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
- Advertisement -
દિલીપકુમાર સાયરા બાનુની માતા અને દાદીની પરવાનગી લઇ બહાર ફરવા જતા!
દિલીપકુમારના પ્રેમની વાતો થોડા લોકો જ જાણે છે. એક સમય એવો હતો જ્યારે તે વિલાયેતથી પરત આવેલી સાયરા બાનુને મળવા માટે દરરોજ રાત્રે ચેન્નાઈથી આવતો હતો. અને, સવારની ફ્લાઇટ પકડ્યા પછી, તેઓ શૂટિંગ માટે જતા હતા. દિલીપકુમારે સાયરા બાનુને પહેલીવાર પોતાની કારમાં લીધો ત્યારે તેણે સાયરા બાનુની માતા અને દાદીની પરવાનગી લીધી. આ પહેલા જ વોકમાં દિલીપ કુમારે સાયરા બાનુની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, ત્યારે સાયરા બાનુને લાગ્યું કે દિલીપકુમાર ફક્ત તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, રાજનાથસિંહ સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું લાંબી બીમારી બાદ આજે સવારે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતાં જ દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિલીપકુમારજીને એક સિનેમાઈ લેજન્ડના રૂપમાં યાદ કરવામાં આવશે.
તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ પ્રાપ્ત હતા જેના કારણે પીઢિઓ સુધી દર્શકો તેમનાથી મંત્રમુગ્ધ હતા. તેમની વિદાય આપણી સાંસ્કૃતિક દુનિયા માટે એક ક્ષતિ છે. તેમના પરિવાર, મીત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના…જ્યારે રાજનાથસિંહે ટવીટ કરીને કહ્યું કે દિલીપકુમારજી એક ઉત્કૃષ્ટ અભિનેતા હતા જેને ભારતીય ફિલ્મ જગતમાં તેમના અનુકરણીય યોગદાન માટે તમામ લોકોએ ખૂબ વખાણ્યા હતા. ગંગા-જમૂના જેવી ફિલ્મોમાં તેના અભિનયે લાખો સિનેપ્રેમીઓને પ્રભાવિત કર્યા છે. રાહુલ ગાંધીએ ટવીટ કરીને કહ્યું કે દિલીપ કુમારજીના પરિવાર, મીત્રો અને ચાહકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાનને આવનારી પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આસામના મુખ્યમંત્રી હિમંત વિસ્વા શરમા સહિતના રાજકારણીઓએ પણ દિલીપકુમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
8 વાર ફિલ્મફેર અવોર્ડ
દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ આઠ વાર મળ્યો હતો. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવોર્ડથી સન્માનિત કર્યા હતા.
પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યા’તા
દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે ‘જ્વાર ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે, તેઓ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા.