“રાત પડે ને દી ઉગે… સહિયરમાં” ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ
આ અવસરે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કાપીને 25 વર્ષની ઉજવણી કરાઈ
- Advertisement -
તેજસ શિશાંગીયાની આરતી બાદ રાહુલ મહેતા અને અપેક્ષા પંડ્યાના કંઠે ગવાયેલા ગરબાએ ખેલૈયાઓને ઝૂમાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય રાસોત્સવ પૈકીના એક એવા સહિયર રાસોત્સવમાં આ વર્ષે 25મા વર્ષની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્રીજી નવરાત્રિની રઢિયાળી રાત્રે ’રાત પડે ને દી ઉગે… સહિયરમાં’ જેવા ગરબાના નાદ સાથે ખેલૈયાઓ ખુશખુશાલ જોવા મળ્યા. આ અવસરે ’કેક કટિંગ સેરેમની’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી.સહિયર ક્લબ આયોજિત રાસોત્સવનો પ્રારંભ તેજસ શિશાંગીયાના મધુર કંઠે માતાજીની આરતીથી થયો હતો. ત્યારબાદ રાહુલ મહેતા અને અપેક્ષા પંડ્યાએ ડાકલા, ટીટોડો, ટીપણી અને દેશભક્તિના ગીતોના તાલે ખેલૈયાઓને ઝૂમાવ્યા હતા. જીલ એન્ટરટેઈનમેન્ટ ગ્રુપ સાથે હિતેશ ઢાંકેચા, દર્શન ઢાંકેચા (ઢાંકેચા બ્રધર્સ) અને સંગીતકાર રવિ ઢાંકેચા, સાગર માંડલીયા, રવિભાઈ, હિરેન ખાખીએ સંગીતનો અદ્ભુત સથવારો આપ્યો હતો. સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ ગણાતા રોહિત વાડોદરીયાના ગણેશ સાઉન્ડની હાઈટેક સિસ્ટમે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો. સહિયરના 25મા વર્ષની ઉજવણી નિમિત્તે ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને કૃષ્ણપાલસિંહ વાળા સહિતના તમામ આયોજકોએ કેક કટિંગ સેરેમની યોજી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, એસીપી ભરત બસીયા, પી.આઈ. વસાવા, પી.આઈ. આર.જી. બારોટ, પી.આઈ. મેહુલ ગોંડલીયા, પી.આઈ. ડામોર, પી.એસ.આઈ. અનિરુદ્ધસિંહ પરમાર, પી.એસ.આઈ. મોવલીયા, પી.એસ.આઈ. ચુડાસમા, અને ફૂલછાબના મેનેજર નીમુભાઈ ઝીબા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સીનિયર પ્રિન્સ-પ્રિન્સેસ:
ધ્રુવ કેરાલીયા અને ચાર્મી પટેલ (પ્રથમ)
ધરમ ગોસાઈ અને નિયતી ઘેલાણી (દ્વિતીય)
રોહિત રાજપૂત અને કૃતિ વ્યાસ (તૃતીય)
હિરેન હળવદીયા અને અર્પિતા સોજીત્રા (ચતુર્થ)
જુનિયર વિજેતાઓ:
જેનીસ બારવડીયા અને માનસી માને (પ્રથમ)
દેવ ગોહેલ અને દર્શિની બુસા (દ્વિતીય)
બંસીલ પટેલ અને ખૂશાલી મોરી (તૃતીય)
અન્ય વિજેતાઓ:
વેલડ્રેસ (સીનિયર): દિશા લીંબાસીયા
વેલડ્રેસ (જુનિયર): પ્રિન્સ સોમૈયા, ગોપી ડોડીયા, હિત સિદ્ધપરા
બેસ્ટ કપલ: વિવેક સાતા, નિધિ સાતા અને દેવ વાઘેલા, બિંદીયા વાઘેલા
- Advertisement -



