ભાજપના પૂર્વ ધારાસભ્ય તરફ આંગળી ચિંધતા કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી: શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
કોંગ્રેસના ધારાસભ્ચ જિજ્ઞેશ મેવાણીએ રાજકોટના અગ્નિકાંડ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે સાગઠિયા જેવી માછલીને પકડીને સરકાર મગરમચ્છોને બચાવી રહી છે. આખી ઘટનાનું ઠીકરું સાગઠિયા પર ફોડીને સરકાર ભાજપના નેતાઓને બચાવી રહી છે. ભાજપના એક પૂર્વ ધારાસભ્ય સાગઠિયાને બચાવવા જેલમાં સંપર્ક કર્યાની ભારે ચર્ચા ઊઠી છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં રાજકોટ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ બાદ અનેક મોટા માથાના નામ બહાર આવશે, તેવી ચર્ચા ઠેર-ઠેર ચર્ચાઈ રહી હતી. આ તમામ વચ્ચે 21 જૂન કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, રાજકોટ ભાજપના પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરીને તેને ફોડવાની કોશિષ કરી હતી.
- Advertisement -
સરકાર ફક્ત સાગઠિયા પર ઠીકરું ફોડી મોટા નેતાઓને બચાવી રહી છે. મેવાણીના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ નિવેદનમાં તથ્યતા કેટલી છે, તે મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટના ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસ કરતા વધારે સમયથી સાગઠિયા પછી કોની સામે પોલીસ કાર્યવાહી થશે, તેને લઇ સવાલો ઊભા થઇ રહ્યા છે. સાગઠિયા કોઈ પણ પદાધિકારીના કે નેતાના પીઠબળ વગર કામ કરતા હોવાની વાત ગળે ઉતરે તેમ નથી અને મોટા માથાઓના સપોર્ટની ચર્ચાઓ મનપા કચેરીમાં ખૂણે ખૂણે થઇ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે આજે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દાવો કર્યો છે કે, રાજકોટના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરીને તેને ફોડવાની કોશિશ કરી હતી. ત્યારે સવાલ એ છે કે, શું સાગઠિયાએ તેના ગોડફાઘરને બચાવી લીધો છે ?
મેવાણીના આક્ષેપો બાદ સર્જાયા સવાલો
રાજકોટ મનપાના સસ્પેન્ડેડ TPOએમ.ડી સાગઠિયાનું સામ્રાજ્ય ઊભું કરવામાં કયા નેતાનો મોટો ફાળો?
શું સાગઠિયાએ રાજકોટના નેતાઓને બચાવી લીધા?
સાગઠિયાને મોઢું ન ખોલવા માટે પ્રોટેક્શન કરવાનું વચન અપાયાની રાજકોટમાં ચર્ચા
ગોડફાધરે આપેલા આદેશો અને તેનાં કરતૂતોને છુપાવવા માટે જઈંઝ સમક્ષ મોઢું નહિ ખોલવા દબાણ કરાયું?
જો સાગઠિયા મોઢું નહિ ખોલે તો તેને જેલમાંથી જલદી કેસ પૂરો કરાવી દેવાની બાંયધરી આપ્યાની ચર્ચા
સાગઠિયાને ઘટના બન્યા બાદ જ વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો.
રાજકોટના અમીન માર્ગની એક ઓફિસમાં સાગઠિયા સાથે બેઠક થઈ હોવાની પણ જોરશોરથી ચર્ચા.
એક નેતાએ પોતે પ્રદેશ કક્ષાએ ટૂંક સમયમાં મોટો હોદ્દો મેળવશે એવો દાવો કરીને સાગઠિયાને વિશ્વાસમાં લીધો.
શું આ બાંયધરીને કારણે સાગઠિયાએ મૌન થયો છે?
શું ગોડફાઘરને બચાવવા માટે સાગઠિયાથી તપાસ આગળ વધતી નથી.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની આખી તપાસમાં કોઈપણ નેતાનું નામ સામે આવ્યું નથી અથવા તો કોઇનું નિવેદન પણ લેવાયું નથી.
- Advertisement -
આ છે મામલો
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે ઉગઅ ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાનાં પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ ઉગઅ રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.
સાગઠિયા અને બૉસ
વચ્ચેની સાઠગાંઠ જમીન ફેરબદલ કરવી ટીપી સ્કીમો ફાઈનલ કરવી. ટીપી સ્કીમો ફાઈનલ થતી હોય ત્યારે રોડ ટચ જમીનો સસ્તામાં ખરીદી લેવી જમીન ફેરબદલમાં કીમતી જમીન અગાઉથી ખરીદ કરવી. કમ્પિલિશન સર્ટિફિકેટમાં મદદ કરવી. ગેરકાયદે અથવા તો માર્જિનનાં બિલ્ડિંગોમાં મદદરૂપ થવું.
એક દસકા સુધી સાગઠિયાનો દબદબો
સાગઠિયાએ 9 વર્ષ સુધી પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કર્યો તોપણ મહાનગરપાલિકા અને સત્તાપક્ષના નેતાઓ ધૃતરાષ્ટ્ર રહ્યા. સાગઠિયાને ઇન્ચાર્જ ટીપીઓમાંથી કાયમી ટીપીઓ કરી નાખ્યો. સૂચિત સોસાયટી અને ગેરકાયદે બાંધકામની તપાસ થાય તો સાગઠિયા સાથે અનેક નેતાઓનાં કારનામાં ખુલ્લાં પડી જાય એમ છે.