કેસર કેરીની સિઝન મોડી શરૂ થવાની સંભાવના
યોગ્ય ઠંડી અને ભેજ ન મળવાથી આંબામાં મોર આવ્યા પણ ફળ ન થયા
- Advertisement -
છેલ્લા 8 વર્ષમાં ગુજરાતમાં કેરીના ઉત્પાદનમાં 22.64% જેવો ઘટાડો નોંધાયો
ખાસ-ખબર સંવાદદાતા
કેસર કેરીના ચાહકો માટે માઠા સમાચાર એ છે કે આ વર્ષે પણ કેરી માટે પ્રતિકુળ હવામાન રહેતા આંબામાં મોર તો આવ્યા છે પણ તેમાં માત્ર 30-40% જેટલા જ ફ્ળ થયા છે. આ ઉપરાંત જે ફ્ળ બેઠા છે તેની ગુણવત્તા પણ ઘણી નબળી છે. ગીર પંથકના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ઠંડી પણ ઓછી પડી છે અને સાથે જોઈએ તેવું ભેજનું પ્રમાણ પણ મળ્યું નથી તેના કારણે 60-70% પાકમાં બગાડની સ્થિતિ છે. હજુ એક સાઈકલ બાકી છે પણ હવામાનની વર્તમાન સ્થિતિને જોતા ખેડૂતો તેના માટે પણ આશાવાદી નથી. ગીર પંથકના કેસર કેરીના ખેડૂતોએ જણાવ્યું કે, આ વર્ષે પણ જયારે કેરીને ગરમીની જરૂર હતી ત્યારે ગરમી પડી નહી અને ઠંડીની જરૂર હતી ત્યારે ઠંડી પડી નહિ તેના કારણે આંબામાં મોર આવ્યા પણ તેમાં કેરી થઇ નહી. આ સાથે જ નવેમ્બરમાં કમોસમી વરસાદ પણ પડયો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં આંબાને નુકસાન થયું હતું. વિતેલા ચાર-પાંચ વર્ષથી ગુજરાતમાં પ્રતિકુળ વાતાવરણના પગલે કેરીના પાકમાં બગાડ થાય છે. રાજ્યમાં ઓવરઓલ કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. છેલ્લા 8 વર્ષમાં ગુજરાતનું કેરીનું કુલ ઉત્પાદન 22.64% જેટલું ઘટયું છે. વર્ષ 2016માં 12.47 લાખ ટન કેરીનું પ્રોડક્શન થયું હતું. તેની સામે 2023માં 9.60 લાખ ટન કેરીનું ઉત્પાદન નોંધાયું હતું. છેલ્લે 2020માં 12.22 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ત્યારપછીના વર્ષોમાં ઉત્પાદન 9 લાખ ટન આસપાસ જ રહ્યું છે. ખેડૂતો અને જાણકારો માને છે કે, ખરાબ હવામાન અને રાજ્યમાં આવેલા વાવાઝોડાના કારણે આ સ્થિતિ ઊભી થઇ છે.
તાલાલા અઙખઈના પૂર્વ સેક્રેટરી હરસુખ ઝરસાણીયાએ જણાવ્યું કે, છેલ્લા અમુક વર્ષોથી કેસર કેરીમાં મહત્વનો તબક્કો હોય ત્યારે જ હવામાન પ્રતિકુળ થઇ જાય છે. આ વર્ષે પણ યોગ્ય ઠંડી ન પડવાથી આંબામાં મોર આવ્યા પણ તેમાં કેરીના ફ્ળ ફ્ૂટયા નથી. લગભગ 30-40%માં જ ફ્ળ આવ્યા છે. તેની પણ ક્વોલિટી નબળી દેખાઈ રહી છે. ફ્ેબ્રુઆરીમાં બીજા ફ્ળ આવે તેવી આશા છે. વર્તમાન સંજોગો જોતા કેસરની સિઝન 15-20 દિવસ મોદી શરુ થઇ શકે છે. સામાન્ય રીતે એપ્રિલના અંતમાં કેરી બજારમાં આવવા લાગે છે પણ આ વર્ષે મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં નવો પાક બજારમાં આવશે તેવું લાગી રહ્યું છે.