ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
આજથી લગભગ 35 વર્ષ પહેલાં સાધુ ટી એલ વાસવાણીજીના આધુનિક ભણતર સાથે ચરિત્ર ઘડતરને જોડતા સાત મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે ક્રમશ: સાધુ વાસવાણી સ્કૂલ તથા સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સની સ્થાપના કરવામાં આવી હતી. માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલ શાળા હાલ 3000થી પણ વધારે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે ચરિત્ર ઘડતરના પાઠ ભણાવી સ્વસ્થ સમાજની રચનામાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરી રહી છે. શિક્ષણ સાથે ચરિત્ર નિર્માણનું ઘડતર કરતી આ બંને શાળાની એસેમ્બલીમાં ભારતના સંતો, સ્વતંત્ર સેનાનીઓ, લેખકો, કવિઓ અને મહાન સંશોધકોના જીવન તથા તેમના ઉત્કૃષ્ટ કાર્યોની ચર્ચા કરવામાં આવે છે. નર્સરીથી ધોરણ 12 સુધી બાળકોના જીવનના મહત્ત્વના વર્ષોમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે ટ્રસ્ટ અને શાળાનું મેનેજમેન્ટ સતત કાર્યરત રહે છે. આર્થિક પરિસ્થિતિના કારણે અથવા પરિવારના મોભીની ગેરહાજરીથી સર્જાતા આવી પડેલા આર્થિક સંકટથી કોઈપણ બાળક ભણતરથી વંચિત ન રહી જાય એ હેતુથી મેનેજમેન્ટ દ્વારા જરૂરિયાત અનુસાર ફ્રીશીપ તથા સ્કોલરશીપ આપવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ સત્રમાં કુલ 350 વિદ્યાર્થીઓને જરૂરિયાત અનુસાર ફ્રીશીપ તથા સ્કોલરશીપ આપવામાં આવી. શાળામાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના પરિવારને દર મહિને રાશનની સહાય પૂરી પાડવામાં આવે છે.
- Advertisement -
સાધુ વાસવાણી સ્કૂલ તથા સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સમાં સહુ કોઈને પરવડે એવી ફીના ધારાધોરણમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી છે. અહીં વિષય વસ્તુની પાયાથી સમજણ આપી પ્રેક્ટિકલ કાર્યસરણી દ્વારા વિદ્યાર્થીઓને ભાર વગરના ભણતર સાથે જોડવામાં આવે છે. ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકોનો બહોળો સમૂહ પોતાના વર્ષોના અનુભવના નિચોડ દ્વારા વિદ્યાર્થીઓના બાલમાનસ સુધી પહોંચી ભણતરની સાથે સમાજમાં સન્માનભેર પગ રાખી શકે એવું શિક્ષણ પૂરૂં પાડે છે. ફળસ્વરૂપ શાળા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની શૈક્ષણિક સ્પર્ધાઓમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું સન્માન વધારી રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12નું 100 ટકા રિઝલ્ટ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં સંતોષ તથા ઉત્સાહની લાગણીનો સંચાર કરે છે.
સાધુ વાસવાણી માર્ગ પર સ્થિત સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સ, ક્ધયા શિક્ષણ માટેની એકમાત્ર ઉત્કૃષ્ટ સ્કૂલ તરીકે નામના મેળવી રહી છે. અહીં વિજ્ઞાન પ્રવાહમાં શહેરના નામાંક્તિ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવે છે. હાલમાં શાળા દ્વારા ત્રણ દિવસ માટે ધોરણ 10 પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ રૂપથી ડિઝાઈન કરવામાં આવેલ બ્રિજ કોર્સમાં સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યાના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી ગર્લ્સ સ્કૂલમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તરફ એક પગલું
ભરેલું છે.
વિદ્યાર્થીઓ જ્યારે બહાર ઉંચી ફી ભરી અને ટ્યુશનમાં જતા હોય છે ત્યારે આ મુદ્દાને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટ દ્વારા શાળામાં જ વિશેષ કલાકોનું શિક્ષણ મળી રહે એ હેતુથી ફ્રી ઈવનિંગ કોચિંગ કલાસીસનું આયોજન કરેલું છે જેમાં વિદ્યાર્થીઓ વિનામૂલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આનંદ સાથે પ્રકૃતિને નજીકથી જાણી શકે એ હેતુથી દેવળિયા પાર્ક અને સાસણ ગીર જેવા પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસનું આયોજન કરી અને તેઓને પ્રકૃતિ સાથે જોડવામાં આવે છે.
- Advertisement -
શાળાનું આર્ટ સેકશન કલાકારીનું જીવંત સ્વરૂપ છે. સાધુ વાસવાણી સંગીત શિક્ષણ કલા કેન્દ્ર અંતર્ગત વિદ્યાર્થીઓની રુચિને ઓળખી ગાયન, વાદન, કથક નૃત્યના સર્ટિફીકેટ કોર્ષ કરાવવામાં આવે છે જેમાં તબક્કાવાર પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીઓ નેશનલ લેવલના સર્ટિફીકેટ પ્રાપ્ત કરે છે.
માતા-પિતાને વિદ્યાર્થીઓના વિકાસથી માહિતગાર કરવા ડિજિટલ માધ્યમ દ્વારા બાળકોના વિકાસની જાણકારી આપવામાં આવે છે. સાથે સાથે સમયાંતરે પેરેન્ટ્સ મીટીંગનું આયોજન કરી વિદ્યાર્થીઓના પ્રોગ્રેસ માટે રૂબરૂ વાતચીત કરવામાં આવે છે. સાધુ વાસવાણી સ્કૂલ અને સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સ ઉપરાંત સાધુ વાસવાણી કોલેજ ફોર પેરામેડિકલ કોર્સિસ 9 ગાયકવાડી ખાતે કાર્યરત છે. 15થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી આ કોલેજના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટોપ કરી રહ્યા છે. હાલમાં 2024માં જ કોલેજના વિદ્યાર્થીની અકબરી મયુરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમની સફળ બદલ ગોલ્ડમેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
‘દરેક દર્દી એ ઈશ્ર્વરની પ્રતિકૃતિ છે’ પૂજ્ય દાદાના આ કથનને ધ્યાનમાં રાખતા સાધુ વાસવાણી સેન્ટર ખાતે શહેરના પ્રખ્યાત ડોકટરો દ્વારા વિવિધ રોગોની રાહત દરે સારવાર આપવામાં આવે છે અને સમયાંતરે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં શહેરના પ્રખ્યાત બાળકોના રોગના નિષ્ણાત, દાંતના, આંખના તથા હૃદયરોગના નિષ્ણાત તથા ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડોકટરોનો લાભ વિનામૂલ્યે જરૂરિયાતમંદ દર્દીઓને મળી રહે છે. સમાજ પાસેથી જે કંઈ પ્રાપ્ત કર્યું છે એમને બમણું કરી સમાજને પરત કરવાની ઈચ્છા સાથે સાધુ વાસવાણી સેન્ટર રાજકોટના ચેરમેન એડવોકેટ રવિ બી. ગોગીયા સેક્રેટરી મનોહરલાલ બુલચંદાણી, બ્રિજલાલ સોનવાણી, વિનોદ લેખાણી, કિશન હિંગોરાણી, રાજેશ મુલચંદાણી, દેવેન્દ્ર રેલવાણી, વિવેક ભાગચંદાણી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ શિક્ષણ, સેવા અને સ્વસ્થ સમાજના ઘડતરમાં ઉત્તમ યોગદાન આપવા મક્કમપણે આગળ વધી રહ્યા છે.