ઇઝરાયલ હમાસ યુદ્ધને 28 દિવસ થઇ ગયા છે, પરંતુ હજુ પણ યુદ્ધ પૂર્ણ થવાની કોઇ સંભાવના જોવા મળતી નથી. આ બધાની વચ્ચે એક માહિતી સામે આવી છે કે આ યુદ્ધ લંબાઇ શકે છે. જો કે અમેરિકાની એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, રશિયાનું વૈગનર ગ્રુપ લેબનાનના આતંકી સંગઠન હિઝબુલ્લાને એર ડિફેન્સ સિસ્ટમની ડિલીવરી કરવાની તૈયારી દર્શાવી છે. જણાવી દઇએ કે, હિજબુલ્લા ઇઝરાયલ પર હુમલો કરી રહ્યું છે, એવામાં અઝરાયલ- હમાસ અને હિઝબુલ્લાની વચ્ચે યુદ્ધ વધી શકે છે.
હિઝબુલ્લાને એમએ-22 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે
અમેરિકી મીડિયા અનુસાર, અમેરિકી અધિકારી હાલમાં વૈગનર ગ્રુપ અને હિઝબુલ્લાની વચ્ચે ચાલી રહેલી વાતચીત પર નજર રાખીને બેઠું છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલો અને બંદૂકોની મદદથી હવાઇ હુમલામાં કારગર છે. એમએ-22 સિસ્ટમને પેંટાસિર-એસ1નું નામ પણ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમ માટે એક ટ્રક તૈયાર કરવામાં આવેછે, જેમાં હથિયારથી જમીનથી હવામાં હાજર એરક્રાફ્ટને નિશાન બનાવવામાં આવે છે. વૈગનર ગ્રુપથી આ હથિયાર મળ્યા પછી ઇાન સમર્થિત આતંકી સંગઠનની ઇઝરાયલના હવાઇ હુમલાની સામેની તાકાતમાં વધારો થઇ જશે.
- Advertisement -
સીરિયામાં વૈગનર અને હિઝબુલ્લાના લોકો ડીલ માટે મળ્યા
લેબનાન સીમા પર ઇઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે લડાઇ ચાલી રહી છે. હવે હિઝબુલ્લાને એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મળવાની છે, પરંતુ વૈગનર અને હિઝબુલ્લાના લોકો હાલમાં સીરિયામાં હાજર છે અને જલ્દી જ આ સોદા માટે સહમતિ બની શકે છે. અત્યાર સુધી આ વાત ક્લીયર નથી કે આ એર ડિફેન્સનો ઉપયોગ હિઝબુલ્લાના યોદ્ધાઓ કરશે કે આને હમાસના બચાવ માટે ગાઝા પટ્ટી મોકલાવામાં આવશે. રશિયાના અધિકારીઓએ આ રિપોર્ટ પર કોઇ ટિપ્પણી કરી નથી. રશિયાએ ફલસ્તીનનું સમર્થન કરી ચૂક્યું છે અને રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સીઝફાયરની માંગને લઇને એક પ્રસ્તાવ પણ રજુ કર્યો હતો. જો કે પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને નકારી કાઢયો છે.
અમેરિકા પશ્ચિમી એશિયાની સેનામાં વધારો કરી રહી છે
જ્યારે અમેરિકા પણ પશ્ચિમી એશિયામાં પોતાની સૈન્ય હાજરીમાં વધારો કરી રહી છે. અમેરિકાએ પશ્ચિમી એશિયામાં એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી છે અને પોતાના સૈનિકોની સંખ્યા પણ વધારી છે. અમેરિકાએ કોશિશ કરી છે કે, હમાસની સાથ આપવામાં હિઝબુલ્લાને રોકવામાં આવે, જો કે આ પછી પણ ગયા અછવાડીયે જ હિઝબુલ્લા, હમાસ અને ફલસ્તીની ઇસ્લામિક જિહાદના પ્રમુખોની બેઠક થઇ છે.