યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરો : ઝેલેન્સ્કીની માગણી
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ગઅઝઘને વિનંતી કરી છે તેમાનાં દેશમાં નો-ફ્લાય ઝોન લાગુ કરવામાં આવે. ઝેલેન્સ્કીએ દેશને સંબોધતા એક વિડિયો સંદેશમાં કહ્યું કે નાટોને તેમની તરફથી પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી કે રશિયા યુદ્ધ શરૂ કરી દેશે, તેમની આખી વિચારધારા જૂઠાણા પર આધારિત છે અને તેઓ નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇનનો હથિયાર તરીકે ઉપયોગ કરશે. ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું હતુ કે, “જો તમે યુક્રેનમાં નો-ફ્લાય ઝોન લાગુ નહીં કરો તો, રશિયાની મીસાઈલો તમારા પ્રદેશમાં, નાટોના પ્રદેશમાં, નાટો નાગરિકોના ઘરો પર હુમલો કરશે,” આ સાથે તેમણે યુદ્ધ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, યાવોરીવ પરીક્ષણ સ્થળ પર ગોળીબાર થયો છે, જે દર્શાવે છે કે રશિયાને ધમકી આપવામાં આવી તે કોઈ કામ નથી લાગી. હોસ્પિટલમાં અમારા લોકો સાથે મુલાકાત કરી. ત્યાં રશિયનોની પણ સારવાર કરવામાં આવી રહી છે.
પોલેન્ડ બોર્ડર નજીક યુક્રેનના મિલિટરી બેઝ પર મિસાઈલ હુમલો, 180ના મોત
- Advertisement -
રશિયા-યુક્રેન યુદ્ધનો 19મો દિવસ છે. હવે યુક્રેનના પશ્ચિમ ભાગમાં લડાઈ વધુ તીવ્ર બની છે, જે અત્યાર સુધી ’સેફ હેવન’ બનીને રહ્યું હતું. રશિયાની સેનાએ રવિવારે નાટોનો સભ્ય દેશ પોલેન્ડની સરહદથી માત્ર 12 માઈલ દૂર યાવોરીવમાં એક મિલિટરી ટ્રેનિંગ બેઝ પર ક્રૂઝ મિસાઈલનો હુમલો કર્યો હતો, જેમાં 35 લોકો માર્યા ગયા અને 134 ઘાયલ થયા હતા. રશિયાએ આ હુમલામાં 180 વિદેશી લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.બીજી તરફ, પોર્ટ સિટી માયકોલેવમાં રશિયન હવાઈ હુમલામાં નવ નાગરિકોના મોત અને એક ડઝનથી વધુ ઘાયલ થયાનો દાવો પ્રાદેશિક ગવર્નરે કર્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ હોસ્પિટલ પહોંચીને ઘાયલ સૈનિકોનું સન્માન કર્યું
રશિયન હુમલાની ગતિ અટકી નથી પરંતુ વધી છે. રશિયા કિવ સહિત અનેક શહેરો પર સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેન પણ રશિયન ટેન્કોનો નાશ કરવાનો દાવો કરી રહ્યું છે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કિવની એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઝેલેન્સ્કીએ સૈનિકોનું સન્માન કર્યું હતું, તેમની સાથે વાત કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ હોસ્પિટલમાં ઘાયલ યુક્રેનના ડિફેન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે ટ્વીટ કર્યું- “મિત્રો, જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ઝેલેન્સ્કીએ હોસ્પિટલમાં ઘાયલ સૈનિકો સાથે સેલ્ફી લીધી હતી. ઝેલેન્સ્કીએ 106 જેટલાં સૈનિકોને યુક્રેનના હીરોઝનો પુરસ્કાર પણ આપ્યો હતો.
- Advertisement -
યુરોપમાં હાઈ એલર્ટ – પરમાણુ હુમલાનો ભય
બંકર નિર્માણ અને રેડિયેશન રોધક દવાઓનું વેચાણ વધ્યુંઉત્તર ઈટાલીમાં એક વ્યસ્ત બજારની પાસે વેરહાઉસમાં કેટલાક કામદાર પરમાણુ હુમલાથી બચાવ માટે બંકર બનાવવામાં વ્યસ્ત છે. રેડિયો એક્ટિવ કણો, નર્વ ગેસ અને અન્ય રાસાયણિક, જૈવિક તત્ત્વોની સફાઈ કરતી અંડરગ્રાઉન્ડ એર ફિલ્ટ્રેશન સિસ્ટમને બતાવતા કેવિચિઓલી કહે છે, અમારું કામ ઘણું વધી ગયું છે. છેલ્લા 22 વર્ષમાં તેમની કંપની – માઈનસ એનર્જીએ 50 બંકર બનાવ્યા છે. જોકે, છેલ્લા બે સપ્તાહમાં તેમની પાસે બંકર બનાવવા અંગે 500 કોલ આવી ચૂક્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુટિન દ્વારા યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપ્યા પછી બે વિશ્વયુદ્ધનો સામનો કરી ચૂકેલા યુરોપમાં પરમાણુ વિનાશની આશંકાઓ પુનજીર્વિત થઈ છે.