– કિવ નજીકના ચેપલીન રેલ્વે સ્ટેશન પર રશિયન દળોનો તોપમારો: અનેક ઘાયલ
– અમેરિકાએ યુક્રેનને વધુ ત્રણ અબજ ડોલરના શસ્ત્રો આપવાની જાહેરાત કરી
- Advertisement -
યુક્રેન પર રશિયાના આક્રમણના છ માસ બાદ આજે એક તરફ યુક્રેનના નાગરિકો તેમનો સ્વતંત્રતા દિવસ પણ ઉજવી શકતા નથી તે સમયે રશિયન સૈન્યએ ફરી એક વખત યુક્રેનમાં કરેલા એક હુમલામાં 22 લોકો માર્યા ગયા છે.
યુક્રેનના ચેપલીન ટ્રેન સ્ટેશન પર રશિયન દળોએ ભારે તોપમારો કર્યો હતો તેમાં 22 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ આજે રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં દેશના લોકોને સ્વતંત્રતા દિનની ઉજવણી જાહેરમાં ન કરવા સલાહ આપી છે.
- Advertisement -
ખાસ કરીને જાહેર સ્થળો પર રશિયાના દળો હુમલા કરી શકે છે તેવો પણ ભય દર્શાવ્યો છે. બીજી તરફ અમેરિકાએ યુક્રેનને વધુ ત્રણ અબજ ડોલરના શસ્ત્રો સહિતની સુરક્ષા સહાયતા આપવાની જાહેરાત કરી છે જે અત્યાર સુધીમાં સૌથી મોટી હથિયાર સહાય છે. જેમાં જમીન પરથી હવામાં પ્રહાર કરી શકતા મિસાઈલ પણ સામેલ છે. ઉપરાંત અન્ય ઘાતક હથિયારો પણ અમેરિકા પુરા પાડશે.