રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાત લેશે, જ્યારે નવી દિલ્હી મોસ્કો સાથેના સંબંધોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટેરિફ ધમકીઓનો સામનો કરી રહ્યું છે.
ક્રેમલિનના અધિકારીઓને ટાંકીને સમાચાર એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની સત્તાવાર મુલાકાત લેશે, એવા સમયે જ્યારે નવી દિલ્હી મોસ્કો સાથેના સતત તેલ વેપારને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારે યુએસ ટેરિફ અને મંજૂરીની ધમકીઓનો સામનો કરી રહ્યું છે. કાલથી જ ચીનમાં શાંધાઈ શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન મળનાર છે.
- Advertisement -
તે સમયે રશિયન પ્રમુખની મુલાકાતની ચર્ચા થશે તે વચ્ચે દક્ષિણના પાટનગર મોસ્કોમાં કેમલીને જાહેર કર્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી પ્રમુખ પુટીન ડિસેમ્બર માસમાં ભારતની મુલાકાત લેશે. જો કે બન્ને દેશો ડિપ્લોમેટ હવે તારીખ નિશ્ચિત કરશે. યુક્રેન યુદ્ધ શરુ થયા બાદ પુટીનની આ પ્રથમ ભારત મુલાકાત હશે. રસપ્રદ બાબત એ છે કે આ વર્ષના અંતમાં ભારતમાં રાષ્ટ્રોની જે શિખર બેઠક યોજાઈ રહી છે. તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારત આવી શકે છે.
જો કે બન્ને દેશોના સંબંધોમાં ટેરીફથી જે તનાવ છે તે જોતા અને આગામી મહિને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં વડાપ્રધાન મોદી ન્યુયોર્ક જશે. તેમાં પ્રસ્તાવિત કાર્યક્રમ છે તે સમયે મોદી-ટ્રમ્પ મળે છે કે કેમ તેના પર સૌની નજર છે.