અમેરિકાની સંસ્થાના રિપોર્ટથી ખળભળાટ
રશિયા પરંપરાગત હથિયારો સાથે યુક્રેનમાં વિનાશ વેરી રહ્યુ છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં હજી સુધી બંને પક્ષ એક બીજાની સામે મોટા મોટા દાવા કરી રહ્યા છે ત્યારે અમેરિકાની એક સંસ્થાએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના જંગનો બહુ જલ્દી અંત નહીં આવે. પેન્ટાગોન અને સીઆઈએ સાથે સંકળાયેલી અમેરિકન સંસ્થા છ.અ.ગ.ઉ ના રિપોર્ટમાં કહેવાયુ છે કે, જરૂૂર પડે તો રશિયા યુક્રેન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરી શકે છે. જો રશિયાના હુમલામાં નાટોના કોઈ અધિકારીનુ મોત થાય અને નાટો દ્વારા તેની સામે બદલો લેવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા ખચકાશે નહીં.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જો રશિયા અને નાટો સંગઠનમાં સામેલ દેશો વચ્ચે યુધ્ધ થયુ તો રશિયા નાટોના એર બેઝ અને નેવલ બેઝ પર એક સાથે મિસાઈલ હુમલો કરી શકે છે. સાથે સાથે આર્મી બેઝને પણ ટાર્ગેટ કરી શકે છે. યુધ્ધની સ્થિતિમા રશિયા અમેરિકન સેટેલાઈટ તથા પોલેન્ડમાં આવેલા હથિયારોના અમેરિકન ગોડાઉન પર પણ નિશાન સાધી શકે છે.
આ અંગે આર.એ.એન.ડી.ના અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, આ પ્રકારના હુમલા માટે રશિયા જરૂૂર પડે તો પરમાણુ હથિયારનો પણ ઉપયોગ કરી શકે છે. સાથે સાથે આ યુધ્ધમાં જો નાટો ખુલ્લેઆમ યુક્રેનની મદદ કરશે અથવા તો તેને સુરક્ષા પૂરી પાડવાની ગેરંટી આપશે તો તેના જવાબમાં રશિયા એક્શન લેશે અને તેમા પરમાણુ હથિયારના ઉપયોગની શક્યતા પણ રહેલી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અત્યાર સુધી રશિયા પરંપરાગત હથિયારો સાથે યુક્રેનમાં વિનાશ વેરી રહ્યુ છે અને પોતાના જે પણ ઈરાદા છે તે આસાનીથી પૂરા કરી રહ્યુ છે.