ખાસ-ખબર ન્યૂઝ યુક્રેન, તા.1
ઉત્તરનાં આ પ્રાદેશિક મુખ્ય શહેરથી રશિયન દળો માત્ર 12 માઇલ જ દૂર છે અત્યારે યુક્રેનની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. રશિયા પાસે માનવબળ ઘણું જ છે. તેથી તે નવા નવા માર્ગો શોધતું જાય છે. ફ્રન્ટ ઉપર એક પછી એક ગામો, શહેરો કબ્જે કરતું જાય છે, તેણે ’કર્કસ’ વિસ્તારમાંથી યુક્રેનીયન દળોને મારી હઠાવ્યાં છે.
ઉલ્લેખનીય તે છે કે તેની ’ફ્રન્ટ લાઇન’ એક જ વર્ષમાં 100 માઇલ જેટલી લંબાઈ ગઈ હતી, તે હવે 750 માઇલ સુધી લંબાઈ ગઈ છે. આ સાથે સરહદ નજીક રહેતાં આ ઉત્તરનાં શહેરમાં શેરીઓમાં હાહાકાર મચી રહેલો જોવા મળે છે. આજ સુધી સતત હિંમતપૂર્વક આક્રમણનો સામનો કરવાને તૈયાર રહેલા યુક્રેનવાસીઓ પણ હવે હિંમત હારતા જાય છે. તેઓને હવે ખાતરી થતી જાય છે કે, ’આ યુદ્ધમાં આપણે વિજયી થઈ શકીએ તે સંભાવના નહીંવત્ બની ગઈ છે.’ યુક્રેનના કેટલાએ વિચારકો સ્પષ્ટત: જણાવે છે કે, છેવટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યસ્થી સ્વીકારી રશિયા સાથે શાંતિ-મંત્રણા શરૂ કરી દેવી જોઈએ.
- Advertisement -
સૌથી મોટી મુશ્ર્કેલી તે છે કે, પ્રમુખ ઝેલેન્સ્કી કે તેમના સલાહકારો હજી રશિયા સાથે મંત્રણા કરવા તૈયાર નથી તેટલું જ નહીં પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ભાષી તેવા યુક્રેનના વિસ્તારો રશિયાને સોંપી દેવા, અને ક્રીમીયન દ્વીપકલ્પ ઉપરનો રશિયાનો કબ્જો યથાવત રહેવા દેવા કરેલાં સૂચનને ઝેલેન્સ્કી પોતે જ સ્વીકારવા તૈયાર નથી. બીજી તરફ બેમાંથી એક પણ દેશ યુદ્ધ વિરામ માટે સહમત નથી. આથી પ્રમુખ ટ્રમ્પને કહેવું પડયું કે, તેમને લડવું જ છે, તો ભલે લડી મરતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો પ્રમુખ પુતિનને ઘણીવાર જણાવ્યું છે કે આ યુગ યુદ્ધનો નથી. અલ્માસી અને કાઝાન બંનેમાં યોજાયેલી વિવિધ પરિષદોમાં મોદીએ કહેલી વાત કોઈ સાંભળતું નથી. પરિણામે પરિસ્થિતિ દિવસે દિવસે ભારે વિકટ બની રહી છે તે નિશ્ર્ચિત છે તેમ વિશ્ર્લેષકો કહે છે.