ડાન્યુબનાં બંદર પર હુમલાથી 40,000 ટન અનાજ નાશ પામ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ભારતે ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો છે. અનાજનો કોઠાર ગણાતા સુદાનમાં અશાંતિ ચાલે છે. પાકિસ્તાનમાં વર્ષા અને પૂરોએ ઘઉં અને ચોખાનાં ઉત્પાદન ઉપર ઘેરી અસર કરી છે. તેમ છતાં પાકિસ્તાને ચોખાની નિકાસ શરૂૂ કરી છે. પરંતુ તે પૂરતી પડે તેમજ નથી. તેવામાં રશિયાએ યુક્રેનનાં સૌથી મોટા આંતરિક બંદર ડાન્યુબ ઉપરનાં ઇઝમાઇલ ઉપર રશિયાએ રોમાનિયા ઉપર ગઇકાલથી (બુધવારથી) હુમલા શરૂૂ કરી દીધા છે. આ પૂર્વે રશિયાનાં યુદ્ધ જહાજોએ કાળા સમુદ્રનાં તટે રહેલા ઓડેસ્સાને ઘેરી લીધું છે. જેથી ત્યાંથી પણ અનાજની નિકાસ અટકી ગઈ છે. આ ઉપરાંત રશિયાએ ઇઝમાઇલ ઉપર કરેલી એરસ્ટ્રાઈકને લીધે 40,000 ટન અનાજ તો નાશ પામ્યું છે.
- Advertisement -
રશિયાના આ હુમલાઓ અંગે સવિસ્તાર માહિતી આપતાં યુક્રેનના નાયબ વડાપ્રધાન ઑલેકઝાંડર કુબ્રાકોવે કહ્યું હતું કે, તે બંદરમાં યુક્રેને લશ્ર્કરી શસ્ત્ર-સરંજામ સંગ્રહી રાખ્યો છે અને તેનાં ગોદામોમાં વિદેશી ભાડુતી સૈનિકોને રાખ્યા છે. તેવાં બહાના નીચે રશિયાએ ઈઝમાઈલ બંદર ઉપર પ્રચંડ મિસાઈલ હુમલો કરતાં 40,000 ટન જેટલું અનાજ (ઘઉં, જવ, ચોખા વ.) નાશ પામ્યું છે. વાસ્તવમાં જુલાઈના મધ્યભાગથી જ આ હુમલાઓ શરૂૂ થઈ ગયા હતા. બીજી તરફ તુર્કએવના પ્રમુખ તૈથ્યીપ એર્ડોગને વ્લાડીમીર પુતિનને અનુરોધ કર્યો હતો કે તેમણે કાળા સમુદ્રમાંથી થઈ રહેલી અનાજની નિકાસ રોકાય તેવા કોઈ પગલાં લેવા ન જોઈએ. પરંતુ તર્કએવ રશિયાનું મિત્ર હોવા છતાં પુતિન એર્ડોગનની સલાહ માનવા તૈયાર નથી.