રશિયાએ યુદ્ધની વચ્ચે યુક્રેન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેઓએ રશિયાના વિસ્તારમાં ત્રણ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે.
ત્રણ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા
રક્ષા મંત્રાલયે જણાવ્યું હતુ કે, રવિવારે રશિયાના પશ્ચિમી વિસ્તારોમાં ઓછામાં ઓછા ત્રણ યુક્રેનિયન ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બે ડ્રોન બેલગોરોડ ક્ષેત્રમાં અને બીજા કુર્સ્ક ક્ષેત્રમાં તોડી પાડવામાં આવ્યા હતા.
- Advertisement -
રશિયાએ ઘણી વખત ડ્રોન હુમલાને બનાવ્યા છે નિષ્ફળ
તમને જણાવી દઈએ કે મે મહિનાની શરૂઆતમાં ક્રેમલિનની ઉપર એક ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારથી રશિયા પર ડ્રોન હુમલાની સંખ્યામાં વધારો થયો છે. આ મહિનાની શરૂઆતમાં ત્રણ દિવસમાં બે વખત ડ્રોન હુમલા દ્વારા મોસ્કોને નિશાન બનાવવામાં આવ્યું હતું.