દેશી બનાવટનો તમંચો અને કાર્ટીસ સાથે બે ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જીલ્લામાં ચાલી રહેલ સ્વરાજની ચુંટણી અન્વયે રૂરલ ક્રાઈમ બાન્ચે મતદાનની પૂર્વ સંધ્યાએ બાતમી આધારે બે શખસને દેશી તમંચો, કાર્ટીસ અને છરી સાથે દબોચી લઈ કાર્યવાહી કરી હતી જયારે નાશી છુટેલા શખસની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ જીલ્લામાં ચાલી રહેલ સ્વરાજની ચુંટણી અન્વયે ગે.કા હથિયાર રાખતા ઈસમોને શોધી કાઢવાની સુચના અન્વયે પીઆઈ વી. વી.ઓડેદરાના સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પારડી-પડવલા રોડ પર શખસ દેશી તમંચા તથા કાર્ટીસ સાથે ઉભો હોવાની બાતમી આધારે દરોડો પાડી ઉભેલ શખસનું નામઠામ પુછતા પોતે ઉત્તરપ્રદેશનો રોહીત શંકરભાઈ ઉર્ફે મુન્નાભાઈ કૌશલ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે શખસની ઝડતી લેતા તેની પાસેથી દેશી તંમચો તથા કાર્ટીસ મળી આવતા પોલીસે શખસની ધરપકડ કરી 2100નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે નાશી છુટેલ અમિત શંકરભાઈ ઉર્ફે મુન્નાભાઈ કૌશાલની શોધખોળ હાથ ધરી છે તેમજ છરી સાથે રસિક ચિકાભાઈ કાલોદરાની ધરપકડ કરી છે હથિયાર કોની પાસે અને શું ઉપયોગમાં લેવાનો હતો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.