ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
છેલ્લા કેટલાય સમયથી વિસાવદર નગરપાલિકાની ભારે વિવાદાસ્પદ રીતે ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાના અહેવાલને પૃષ્ટિ મળી રહી છે.આર.ટી.આઇ. એકટીવીસ્ટ મૌલિક રીબડીયાના વિવિધ સોશિયલ મીડિયામાં પ્રસારીત થતા તેના જડમૂળ સુધીની તજવીજ કરી જાગૃત નાગરિક મુકેશ રીબડીયાએ વિવિધ સ્થળોએ થયેલા કામોની સમીક્ષાઓ કરતા કામ કર્યા વગર કેટલાય બિલો ઉધારી દીધા છે તેમજ જે કંપનીને ભૂગેભ ગટર મેઈન્ટેન્સ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેમાં પણ સરકારી ધારાધોરણના નિયમોનુ પાલન થયેલ નથી સાથે સાથે ગટરના ઢાંકણાઓ હલકી ગુણવત્તાના જોવા મળી રહ્યા છે.ચીફ ઓફીસરના મળતીયાઓએ પ્રજાના પૈસાને પોતાના સ્વહસ્તે લીધા છે તેમના કૌભાંડોનો આકડો પણ ખૂબ મોટો છે.
સરકારી ગ્રાન્ટનો બેફામ અને અયોગ્ય જગ્યાએ ઉપયોગ કર્યો છે.રેલ્વેની હદમાં કોઈપણ જાતની મંજૂરી વગર હલકી જાતના મટીરીયલ સાથે કામ કરેલ છે.મુકેશ રીબડીયા એ વિવિધ ઉચ્ચ અધિકારીઓ સુધી ફરીયાદ કરી અને તાત્કાલિક ધોરણે વહીવટદાર સામે પગલાંઓ લેવાની અરજીઓ કરતા વહીવટીતંત્ર દોડતું થયું છે.પણ આ મુદ્દે વિવિધ પક્ષના નેતાઓ કેમ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે તે પણ મુંઝવતો પ્રશ્ન છે.નગરપાલિકાના આ ભ્રષ્ટશાસનનો અંત ક્યારે આવશે.અને પ્રજાના પૈસાનો પ્રજા માટે કયારે ઉપયોગ થશે તે માટેની આ લડાઈ અવિરત ચાલતી રહેશે એવું મુકેશ રિબડીયાએ જણાવ્યું હતું.લોકોને જાગૃત બનવા તેમજ આગામી દિવસોમાં વિવિધ પ્રકારના આંદોલનમાં સહભાગી બની અને આ સફેદપોશ લૂંટારૂ ટોળકીને જેલના સળીયા પાછળ ધકેલવા કોટેનો સહારો પણ લેવામાં આવશે એવું મુકેશ રિબડીયાએ જણાવ્યું હતું.