સ્વયંસેવકોને સંસ્કાર ઘડવા માટે ‘રોજ શાખામાં જવું’ એવો આદર્શ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અસંગઠીત હિંદુસમાજને સંગઠિત કરવામાં “તુ મૈ એક હી રકતની ભાવના” ના વિચાર આપી આવો યુવાનો આ સંગઠનમાં જોડાય અને રામકૃષ્ણદેવના શિષ્ય અને વિવેકાનંદના ગુરૂભાઈ સ્વામી અખંડાનંદ પાસે દીક્ષા લેનાર શ્રી ગુરૂને સ્વામી અખંડાનંદજીએ તેમના અંતિમ સમયે ગુરૂજીને દુર્બલ સમાજની સેવામાં લાગી જવાનો આદેશ આપ્યો તે ગુરૂજી કે જે “વિવેકાનંદજીના વિચાર, ડો. હેડગેવારજીનું હદય એટલે ગુરૂજી” કે જે સ્વામી વિવેકાનંદ વસુધૈવ કુટમ્બકમ અને વિશ્વ બંધુત્વનો સંદેશ ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ નું સુત્ર આપી સમગ્ર વિશ્વમાં હિન્દુત્વનો પાયો મજબુત કરનાર અને શિકાગો સંમેલનમાં દુનિયાના ભાઈઓ અને બહેનોના સંબોધનથી દુનિયાના લોકોનું હિન્દુતવના સંસ્કારના દર્શન કરાવનાર તેજ રીતે પુરા ભારતમાં હિન્દુના ધર્મગુરૂ, તમામ ફીરકાને એક મંચ ઉપર લાવી આખા ભારતને હિન્દુત્વની એકતાના દર્શન કરાવનાર અને “હિન્દુ: પતિતો ભવેત” અને ” નહી તું – હું નહી ફકત તુ” અને ” સ્વાહા ઈદ ન મમ” ને જીવન મંત્ર બનવાની શીખ આપનાર એટલે ગુરૂજી. આ ગુરુજી એટલે માધવરાવ સદાશિવરાવ ગોળવલકર.
- Advertisement -
1940 થી 1973 સુધી છજજની નિરંતર જવાબદારી ત્તિભાવી. 34 વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં પ્રતિવર્ષ સંપૂર્ણ દેશમાં બે વાર પ્રવાસ, સ્વ હસ્તે હજારો પત્રો, વ્યક્તિ સંપર્કો દ્વારા સંઘની અવિરત વિકાસમાં સંપૂર્ણ સમય આપી સરદાર પટેલ/મહાત્માં ગાંધી મહારાજા હરિશસિંહ, નહેરુજી વગેરેની મુલાકાતો દ્વારા પોતાનો અને સંઘનો પરિચય કરાવ્યો અને પુરા ભારતમાં અભુતપૂર્વ પ્રવાસ દવારા પોતાની શકિતનું દર્શન કરાવ્યું. ત્યારબાદ ભારતનાં બહુજ મહત્વના પ્રશ્નો, ભારતના વિભાજન વખતે, કાશ્મીર ભારતમાં સમાવેશ થયુ, પાકિસ્તાનનું ભારત પ2 આકમણ, ભારતનાં લાખો હિન્દુ જે અમાનુષી અત્યાચાર થયા લાખો કપાઈ ગયા. તેમની માલમિલક્ત છોડી પહેર્યા કપડે ભારત આવ્યા ત્યારે સંઘના સ્વયંસેવકોએ અભૂતપૂર્વ કાર્ય ગુરૂજીનાં માર્ગદર્શ સાથે કરેલ જેની ઈતિહાસે નોંધ લીધી છે. આમ આત્મરક્ષા માટેનાં બલિદાનોનો અભૂતપૂર્વ ઈતિહાસ રચાયો. આમ સમાજ જીવનનાં દરેક ક્ષેત્રમાં સંઘનો વ્યાપ અને પ્રભાવ વિસ્તાર્યો. દેશમાં સતત પરિભ્રમણ અને સમાજનાં અનેક પ્રભાવી લોકોનાં સંપર્કથી સંઘને એક તવી ઉચાઈ મળી. દેશનાં અગત્યનાં આંદોલન ગૌ હત્યા વિરોધી, સ્વતંત્રતાં સંગ્રામ, સ્વયંસેવક ની દ્રષ્ટિ, પાકિસ્તાન સાથે યુધ્ધમાં સ્વયંસેવકોનું યોગદાન, બંગલાદેશ વિભાજન વખતે સેનાને સહકાર, ઉપરોક્ત તમામ પ્રસંગો સ્વયંસેવકોનો વ્યવહાર, દેશ પ્રેમ કેવો હોવો જોઈએ આમ, ઉપરોકત આંદોલનમાં સુપર નેતૃત્વ કરી સંઘની શકિતનો પૂરા ભારતમાં પરિચય આપ્યો અને સંઘના સ્વયંસેવકોને સંસ્કાર ઘડવા માટે ” શાખામાં જવું” એવો આદર્શ આપ્યો હતો.