ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત મજુરોને ઈ-નિર્માણ કાર્ડમાં આવરી લઈને શ્રમયોગીઓ માટે રાજય સરકાર દ્વારા પોતાનું કહી શકાય એવા ઘરના નિર્માણ હેતુથી હાઉસીંગ સબસીડીની યોજના કાર્યાન્વિત બનાવાઈ છે. જે અંતર્ગત ઈ-નિર્માણ કાર્ડ હેઠળ નોંધાયેલા શ્રમિકો કે જેમણે મકાન ખરીદીના હેતુથી મહત્તમ રૂા. 15 લાખ સુધીની લોન લીધી હોય, તેમને રૂા. 20 હજારની સહાય પ્રતિ વર્ષ એમ કુલ પાંચ વર્ષ માટે રૂા. 1 લાખની સહાય તેમનાં બેન્ક ખાતામાં સરકાર દ્વારા જમા કરી આપવામાં આવી રહી છે.