ફિલ્મ RRRએ ફરી એક વખત ઈતિહાસ રચી નાખ્યો છે. જાપાનની 110 વર્ષ જુની એક થિયેટર કંપનીએ ફિલ્મને નાટકમાં રૂપાંતરીત કરી છે.
ઓસ્કર વિજેતા ફિલ્મ RRRની સફળતાનો સિલસિલો હજુ પણ યથાવત છે. બે વર્ષ બાદ પણ આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દેશ જ નહીં વિદેશોમાં પણ તેની દિવાનગી છે. જાપાનમાં તો RRRનો એટલો ક્રેઝ છે કે હવે તેનુ રૂપાંતરણ મ્યૂઝિકલ પ્લેના રૂપમાં કરવામાં આવ્યું છે.
- Advertisement -
View this post on Instagram
આ જોઈને નિર્દેશક એસએસ રાજામૌલીની ખુશીનો પાર નથી રહ્યો. એસ એસ રાજામૌલી હાવ જાપાનમાં છે. RRRના મ્યૂઝિકલ પ્લેના રૂપાંતર દરમિયાન તેમને સ્ટેડિંગ ઓવેશન આપવામાં આવી અને આખુ થિએટર તાલીઓના અવાજથી ગૂંજી ઉઠ્યું. રાજામોલીએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી છે.
- Advertisement -
જાપાનમાં લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે ફિલ્મ
રાજામૌલીના નિર્દેશનમાં બનેલી RRRને જાપાનના દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે અને તે ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારૂ કલેક્શન કર્યું. હજુ પણ જાપાની દર્શકોની વચ્ચે આ ફિલ્મની દિવાનગી ઓછી નથી થઈ રહી.
View this post on Instagram
રિલીઝના લગભગ બે વર્ષ બાદ જાપાનની 110 વર્ષ જુની સંગીત થિએટર કંપની તાકારઝુકાએ આ ફિલ્મ પર મ્યૂઝિક પ્લેનું રૂપાંતર કર્યું. રાજામૌલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફોટો શેર કર્યા છે.
Its an honour that our RRR has been adapted as a musical by the 110 year old Takarazuka company. Thank you Japanese audience for embracing the Broadway play of RRR just like the film itself. Overwhelmed by your response… Can't appreciate all the girls enough for your energy,… pic.twitter.com/QbfLPmsJxC
— rajamouli ss (@ssrajamouli) March 22, 2024
રાજામૌલીએ શેર કર્યા ફોટો
રાજામૌલીએ લખ્યું, “આ ખૂબ જ સન્માનની વાત છે કે અમારી ફિલ્મ RRR 110 વર્ષ જુની તાકારઝુકા કંપનીએ મ્યૂઝિકલના રૂપમાં રૂપાંતરિત કરી છે. ફિલ્મની જેમ જ RRRના નાટકને પ્રેમ આપવા માટે દર્શકોનો ખૂબ ખૂબ આભાર. તમારી પ્રતિક્રિયામાં અભિભૂત છું. શોમાં દેખાયેલ બધી મહિલાઓની ઉર્જા પ્રતિભાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.”