ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
મદદનીશ ચૂંટણી અધિકારી પારસ વાંદાએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું પોરબંદર લોકસભાની બેઠક માટે સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.ડી લાખાણીના માર્ગદર્શનમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ દરેક વિધાનસભા મત વિભાગમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલન અને દેખરેખ માટે ફ્લાઇંગ સ્કવોર્ડ કાર્યરત છે.જે અંતર્ગત જિલ્લાના પોરબંદર અને કુતિયાણાના વિસ્તારમાં પણ ફલાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે.
- Advertisement -
કુતિયાણાના પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી પારસ વાંદાએ કુતિયાણાના વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ ટીમની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં આ સ્કવોર્ડમાં ત્રણ પોલીસ જવાન,એક એજ્યુકેટીવ કર્મચારી અને વીડિયો ગ્રાફર હોય છે.