4000 બાળકોની આંખોની તપાસ અને 400 બાળકોને ચશ્માંનું વિનામુલ્યે આયોજન
સાયકલોફન વખતે સાયકલિંગ થાય તેના દર કિલોમીટર
દિઠ 5 રૂપિયાનું ડોનેશન રૂપે નોટબુક વિતરણ
3000 બાળકોના દાંતની તપાસ અને કિટ વિતરણ
રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેની દરકાર કરતાં સેવાકાર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વચન આપવ સહેલું છે પણ તે વચનને મુર્તિમંત કરવું અઘરૂં છે. જોકે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉને આપેલું વચન પાળી બતાવ્યું છે. અનેક સેવાકિય કાર્યોને ચરિતાર્થ કરતી શહેરની રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા એપ્રીલ 2025માં સાયકલોફનનું આયોજન કરાયું હતું. જેમાં નક્કી થયા મુજબ જેટલું સાયકલિંગ થાયું તેના દર કિલોમીટર દિઠ 5 રૂપિયાનું ડોનેશન રૂપે રાજકોટ મહાનગર પાલિકાની શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક અપાઇ હતી. જેમાંથી કુલ 29,000 નોટબુકનું વિતરણ કરાશે.
હાલ સરકારી શાળાઓમાં ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તે દરમિયાન નવા દાખલ થનાર અને અભ્યાસ કરી રહેલા તમામ બાળકોને આ બુક આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 25 કોર્પોરેશનની 2 જિલ્લા પંચાયતની અને એક સેવાભાવી સંસ્થા દ્વારા ચાલતી એમ કુલ 27 શાળાના બાળકોને વિનામુલ્યે નોટબુક આપવામાં આવી છે. અન્ય 5 મહાનગર પાલિકાની શાળાઓમાં પણ નોટબુક વિતરણ આગામી દિવસોમાં કરાશે. ઉલ્લેખનીય છે કે, નોટબુક મળવાથી બાળકો અને શાળા પરિવાર ખૂબ જ પ્રોત્સાહિત થયા હતા. આ નોટબુકના વિતરણની વ્યવસ્થા માટે નિયો રાજકોટ ફાઉન્ડેશન અને તેના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. શાળા પરિવારે રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનનો આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
વધુમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા જરૂરિયાતમંદ બાળકોના આંખની તપાસના કેમ્પનું આયોજન પણ કરયું હતું. જેમાં 4,000 થી વધુ બાળકોની આંખની તપાસ નિષ્ણાંત તબીબો દ્વારા કરઇ હતી. જે બાળકોની આંખોમાં નંબર જાણાયા તેને હોસ્પીટલમાં આધુનિક મશીનો દ્વારા તપાસ કરી યોગ્ય નંબરના ચશ્મા બનાવી આપવામાં આવ્યા. જેની સંપૂર્ણ વ્યવસ્થા વિનામૂલ્યે ક્લબ દ્વારા કરાઇ હતી. શાળા કક્ષાએ સંકલન અને વ્યવસ્થાપનમાં નિયો રાજકોટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આંખની કાળજી કેવી રીતે રાખી શકે તેના વિષે બાળકોને માર્ગદર્શન અપાયુ હતું જ્યારે આંખની ગંભીર બીમારી હતી તેના વાલીને બોલાવીને તેને યોગ્ય સલાહ સૂચન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 400 જેટલા બાળકોને આંખના નંબરના ચશ્મા અપાયા છે અને ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રહેશે. સાથે સાથે સરકારી શાળાના બાળકોમાં ડેન્ટલ હાઇજિન અંગે સજાગ બને તે હેતુથી વિવિધ શાળાના 7,000 બાળકોને દાંતની જાળવણી અંગે માર્ગદર્શન આપી ડેન્ટલ હાઇજિન કીટનું વિતરણ કરાયું હતું. જેમાં 3,000 જેટલા બાળકોની દાંતની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી અને 100 જેટલા બાળકોને દાંતની સારવાર હોસ્પિટલ પર બોલાવીને કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જુલાઇ થી જુલાઇ દરમિયાન રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનું નવું વર્ષ હોય જેને અનુસંધાને રાજકોટ મહાનગર પાલિકા હસ્તકની શાળાના બાળકો માટે ઉપરોક્ત કાર્યક્રમો હાલની રોટરી મીડટાઉનની ટીમ દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકોની સુખાકારી માટે વર્ષ દરમિયાન મેડિકલ કેમ્પ, શિક્ષણ સહાય, વાંચન સહિત અનેક પ્રવૃતિઓ રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા કરાઇ હતી.



