ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય પસંદગીકારોએ કોહલીને ન્યૂઝિલેન્ડ સામેની 25 નવેમ્બરથી શરુ થનારી પ્રથમ ટેસ્ટમાં પણ આરામ આપવાના છે. ત્યારે સતત ક્રિકેટ રમીને થાકેલો રોહિત શર્મા ન્યૂઝિલેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં રમવાનો નથી તેવું સુત્રો જણાવી રહ્યા છે. વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં તારીખ 25મી નવેમ્બરથી કાનપુરના ગ્રીનપાર્કમાં શરુ થનારી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં અજિંક્યા રહાણે કેપ્ટન્સી સંભાળશે. વિરાટ કોહલી તારીખ 3 ડિસેમ્બરથી મુંબઈના વાનખેડેમાં શરુ થનારી બીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાઈ જશે અને તે બીજી અને આખરી ટેસ્ટમાં સુકાન સંભાળી લેશે.