ગાંડીવેલ નીચેના મચ્છરના કેન્દ્રો દૂર કરવામાં નિષ્ફળ રાજકોટ મહાનગરપાલિકાનો પ્રજા પર દંડનો બોજ
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય
પ્રજા પર 10થી લઇ 50 ગણો ટેક્સ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય ખૂબ જ વિચિત્ર અને લોકોનું આર્થિક ભારણ વધારે તેવો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં એક દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં એવુ જણાવવામાં આવ્યુ હતુ કે રહેણાંકમાં મચ્છરના પોરા મળે તો રૂ.50ના બદલે રૂ.100 જ્યારે કોમર્શીયલમાં મળે તો રૂ.100ના સીધા જ રૂ.1000નો દંડ વસૂલવામાં આવશે. આમ રાજકોટ મહાનગરપાલિકાએ પ્રજા પર 10થી લઇ 50 ગણો ટેક્સ ઝીંકાયો છે.
મહાપાલિકાએ રહેણાંકથી માંડીને કોમર્શીયલ બાંધકામ સાઈટ ઉપર મચ્છરના પોરા મળે તો તેની સામે વહિવટી ચાર્જ વસૂલવાના દર વધાર્યા છે. પાણી સંગ્રહના તમામ સાધનો પોરા મુકત રાખવા માટે રૂ.50નો ચાર્જ હતો તે 100નો કરાયો છે. આવી જ રીતે ઓવર હેડ ટાંકી, ટાંકા, બેરલ કેરબામાં 100 દંડ વસૂલાતો હતો તે 1000 કરાયો છે. પાણીના સ્થાનો ઉપર ચુસ્ત રીતે ઢાંકણા ઢકાયેલા ન હોય તો 100નો ચાર્જ 2000 કરાયા છે. સેલરોમાં પાણી ભરાતા હોય ત્યાં યોગ્ય રીતે નિકાલ ન થતા 200નો ચાર્જ વસૂલાતો હતો તે 10 હજાર કરી દેવાયો છે. બાગ બગીચા, ફૂવારા વિગેરેમાં પોરા મળે તો 200નો ચાર્જ હતો તે 2000 કરાયો છે. ફીજ, એરકુલર, વોટર કુલર, સુશોભન કુંડા, ટાયરમાં પોરા મળે તો 200 ચાર્જ વસૂલાતો હતો તે હવે 1000 કરાયો છે. ડ્રેનેજ સુવિધા ન હોય તેવા સોસ ખાડા બનાવેલા હોય તો 100નો ચાર્જ હતો તે 500 કરાયો છે. નવું બાંધકામ ચાલતુ હોય ત્યાં મચ્છરની ઉત્પતી મળે તો 200નો ચાર્જ વસૂલાતો હતો તે 10,000 કરાયો હતો. અત્યાર સુધી ચાર્જ વસૂલાતની સત્તા પાંચ અધિકારી પાસે હતી તે વધારીને તેમાં આરોગ્ય અધિકારી, એપેડેમિક ઓફિસર, આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સુપિરીયર ફિલ્ડ ઓફિસરનો પણ ઉમેરો કરાયો છે.
રહેણાંકમાં મચ્છરના પોરા મળે તો રૂ.50ના બદલે રૂ.100 જ્યારે કોમર્શિયલમાં મળે તો રૂ.100ના સીધા જ રૂ.1000નો દંડ
- Advertisement -
દંડના નવા દરો: પ્રજા પર લાખોનો બોજ
વિગત જૂનો દંડ (રૂ.) નવો દંડ (રૂ.) કેટલા ગણો વધારો
રહેણાંકમાં મચ્છરના પોરા 50 100 2 ગણો
કોમર્શિયલમાં મચ્છરના પોરા 100 1000 10 ગણો
પાણી સંગ્રહના સાધનો (રહેણાંક) 50 100 2 ગણો
ઓવરહેડ ટાંકી, ટાંકા, બેરલ, કેરબા 100 1000 10 ગણો
પાણીના સ્થાનો ઉપર ઢાંકણાં ઢંકાયેલા ન હોય 100 2000 20 ગણો
સેલરોમાં પાણી ભરાતા હોય, યોગ્ય નિકાલ ન હોય 200 10,000 50 ગણો
બાગ-બગીચા, ફુવારા વગેરેમાં પોરા 200 2000 10 ગણો
ફ્રિજ, એરકુલર, વોટર કુલર, સુશોભન કુંડા, ટાયરમાં પોરા 200 1000 5 ગણો
ડ્રેનેજ સુવિધા ન હોય તેવા સોસ ખાડા 100 500 5 ગણો
નવા બાંધકામ ચાલતા હોય ત્યાં મચ્છરની ઉત્પતિ 200 10,000 50 ગણો