ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર ઇમરજન્સી સર્વિસિઝ વિભાગ માટે કુલ રૂ.3.54 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ કુલ-4 વાહનોના લોકાર્પણ (ફ્લેગ ઑફ) કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના વરદ્દ હસ્તે યોજાયો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર ઇમરજન્સી સર્વિસિઝ વિભાગ માટે કુલ રૂ.3.54 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ (1) 12 ઊંક ફોમ ટેન્ડર-1 તથા (2) 12 ઊંક વોટર બ્રાઉઝર-3, એમ કુલ-4 ફાયર ફાઈટર વાહનોના ફ્લેગ ઑફ(લોકાર્પણ) કાર્યક્રમ આજ તા.16/10/2024, બુધવાર સવારે 10:00 કલાકે ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે માન.મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ્દ હસ્તે યોજાયો.
આ ફાયર ફાઇટર વાહનમાં 28 ટન ૠટઠ-ઇજ-ટઈં આઇસર મેઇક ચેસીસ પર 12,000 લિટર કેપેસીટીની સ્ટેઇનલેશ સ્ટીલની ટેન્ક તથા 3000 કઙખ કેપેસીટીનો હાઇપ્રેશર ફાયર ફાઇટર પમ્પ, મોનિટર તથા સંલગ્ન જરૂરીયાત મુજબ એસેસરીઝ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ફાયર ફાઈટર વાહનોના લોકાર્પણ(ફ્લેગ ઑફ) થવાથી ફાયર અને ઈમરજ્ન્સી સર્વિસિઝ વિભાગ અગ્નિશામક વાહનોમાં વધારો થવાથી લોકોની સુવિધામાં વધારો થશે.
આ લોકાર્પણ(ફ્લેગ ઑફ) કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજ્ન્સી સર્વિસિઝ વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત દવે, મેનેજર રાજીવ ગામેતી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, સ્ટેશન ઓફિસર આનંદ બારીયા, ફાયર વિભાગના કર્મચારીઓ તથા જવાનો ઉપસ્થિત રહેલ.