યમુનાનું પાણી 205.33 મીટરના ખતરાના નિશાનને પાર : નીચાણવાળા વિસ્તારોમાં રહેનાર પાણી ભરાવાને કારણે ચિંતિત
ખાસ-ખબર સંવાદદાતા
બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. બુધવારે યમુનાનું પાણી 205.33 મીટરના ખતરાના નિશાનને પાર કરી ગયું હતું. સેન્ટ્રલ વોટર કમિશન (ઈઠઈ)ના ડેટા અનુસાર, જૂના લોખંડના રેલવે બ્રિજ પર રાત્રે 8 વાગ્યે પાણીનું સ્તર 205.5 મીટર નોંધાયું હતું. બુધવારે યમુનાનગરના હથિનીકુંડ બેરેજમાં પ્રવાહ દર 30,000 ક્યુસેકથી 50,000 ક્યુસેકની વચ્ચે હતો. હાલમાં યમુનાનું જળસ્તર નિયંત્રણમાં છે અને લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો કે, યમુનાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પાણી ભરાવાને કારણે ચિંતિત છે.
- Advertisement -
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 ઓગસ્ટ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ વરસાદની પણ સંભાવના છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 24 થી 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 થી 37 ડિગ્રીની વચ્ચે રહેવાની ધારણા છે. ઈંખઉએ આજે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે સવારનું આકાશ વાદળછાયું રહેશે. આ સાથે ગાજવીજ સાથે સરેરાશ વરસાદ પણ પડી શકે છે.
મુંબઇ માટે આજનો દિવસ ભારે
હવામાન વિભાગે મુંબઇમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ અતિભારે વરસાદની શક્યતાને જોતા શાળા – કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઇના નાગરિકોને એલર્ટ રહેવાની સૂચના અપાઇ છે. આ સાથે કહેવાયું છે કે જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું. તંત્રના નિર્દેશોનું પાલન કરવા અપીલ કરાઈ છે. આજે બપોર સુધી મુંબઇમાં ભારે વરસાદનું સંકટ જોવા મળી શકે છે.