લિઝ ટ્રસને YOUGov પોલમાં 60% વોટ મળ્યા. જ્યારે ઋષિ સુનકની તરફેણમાં માત્ર 26% મત પડ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન પદેથી બોરિસ જ્હોન્સને રાજીનામુ આપ્યા બાદ કોણ બ્રિટેનની ગાદી સંભાળશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વોટિંગ જારી છે ત્યારે લિઝ ટ્રસને YOUGov પોલમાં 60% વોટ મળ્યા છે જ્યારે ઋષિ સુનકની તરફેણમાં માત્ર 26% મત પડ્યા હતા. એટલે કે તેઓ આ સર્વેમાં 34 પોઈન્ટ પાછળ જોવા મળે છે. બ્રિટનમાં હાલમાં ક્ધઝર્વેટિવ પાર્ટીની સરકાર છે. 5 સપ્ટેમ્બરે બ્રિટનમાં ક્ધઝર્વેટિવ પાર્ટીના નવા પીએમ અને નેતાની જાહેરાત કરવામાં આવશે.
બ્રિટનના પીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ રહી જાય તેવું લાગી રહ્યું છે. તાજેતરના સર્વેમાં વિદેશ સચિવ લિઝ ટ્રુસ 34 પોઈન્ટ પાછળ જોવા મળે છે. YOUGov દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લગભગ 60% લોકોએ લિઝ ટ્રસને બ્રિટનના નવા પીએમ તરીકે તેમની પસંદગી ગણાવી છે.
- Advertisement -
લિઝ ટ્રસને YOUGov પોલમાં 60% વોટ મળ્યા. જ્યારે ઋષિ સુનકની તરફેણમાં માત્ર 26% મત પડ્યા હતા. એટલે કે તેઓ આ સર્વેમાં 34 પોઈન્ટ પાછળ જોવા મળે છે. બ્રિટનમાં બોરિસ જોન્સને પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. બ્રિટનમાં હાલમાં ક્ધઝર્વેટિવ પાર્ટીની સરકાર છે. 5 સપ્ટેમ્બરે બ્રિટનમાં ક્ધઝર્વેટિવ પાર્ટીના નવા પીએમ અને નેતાની જાહેરાત કરવામાં આવશે. બ્રિટનમાં ક્ધઝર્વેટિવ પાર્ટીના નેતાની ચૂંટણી બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં પાર્ટીના સાંસદો મતદાન કરે છે.