વિકૃતિની પરાકાષ્ઠા: 54 વર્ષના ઢગાએ માસૂમ પર નજર બગાડી
મહિલા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવ ઝણકાટ સહિતના સ્ટાફે બાળકીનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે સમગ્ર ઘટના વર્ણવી
- Advertisement -
બાળકીએ કહ્યું સોડા લેવા ગઈ ત્યાં યુસુફ રીક્ષાવાળો ઓરડીમાં લઇ ગયો ત્યારે મારી સાથે અડપલા કર્યા: આરોપી યુસુફ જુણાચ વિરુદ્ધ પોક્સોનો ગુનો દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પોપટપરામાં વિકૃતતાની પરાકાષ્ઠા જોવા મળી હતી. શહેરમાં યોગ ટીચર સાથે અશ્લિલ હરકત કરનાર મનોવિકૃત શખ્સની ધરપકડ કર્યા બાદ તેની કલાકોમાં જ પોપટપરા વિસ્તારમાં યુસુફ નામના રીક્ષા ચાલકે માસુમ બાળકી સાથે અડપલાં કરી હવસખોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે પીઆઇ બી.એમ.ઝણકાટ સહિતના સ્ટાફે આરોપી યુસુફ ઇસ્માઇલ જુણાચ(ઉ.વ.54)ને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. બાળકીની માતાની ફરિયાદ બાદ પોલીસે તેના વિરૂધ્ધ આઇપીસી કલમ-354 તથા પોક્સો એકટની કલમ-7,8 મુજબ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવા તપાસ તજવીજ હાથ ધરી છે.
ફરિયાદમાં બાળકીની માતાએ જણાવ્યું હતું કે, તારીખ 5 ડિસેમ્બર 2022ના રોજ હું મારા ઘરે હતી. આ વખતે બપોરના મને પેટમાં દુ:ખાવો થતાં મેં મારી બીજા નંબરની દીકરીને બપોરના ચારેક વાગ્યા આસપાસ જંકશન મેઇન રોડ પર આવેલા સોડા લેવા મોકલી હતી. મારી દીકરી સોડા લેવા ગઈ હતી. આશરે 20થી 25 મિનિટ બાદ મારી દીકરી સોડા લઇને ઘરે આવતા મેં કહ્યું કે, સોડા લેવામાં આટલું મોડું કેમ થયું? જેથી મારી દીકરીએ મને કહ્યું કે, ”હું સોડા લઇને આવતી હતી ત્યારે દુકાનની ઉપર રહેતા રીક્ષાવાળા ભાઈ મને તેડીને તેમના ઘરે લઇ ગયા અને રૂમનો આકડીયો અંદરથી બંધ કરી દીધો હતો. અને મને ગાલ પર હાથ ફેરવવા લાગ્યા અને હોઠ પર કિસ કરવા લાગ્યા અને મને નીચે સુવડાવી દીધી હતી. મને છાતીએ તેમજ નીચે ગુપ્તાંગ પર હાથ ફેરવવા લાગ્યા અને મારું મોઢું એકદમ પકડી અને મારી ઉપર સુઈ ગયા હતા જેથી મેં રાડારાડી કરતા તે સમયે કોઈએ રૂમનો દરવાજો ખખડાવતા આ રીક્ષાવાળા ભાઈ એકદમ ઉભા થઈ ગયા અને દરવાજો ખોલી મને બહાર કાઢી મૂકી હતી.
આ સમગ્ર ઘટના અંગે મહિલાએ પતિને સાથે રાખી મહીલા પોલીસમાં યુસુફ રીક્ષાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પીઆઇ બી.એમ.ઝણકાટ સહીતના સ્ટાફે યુસુફ જુણાચ(ઉ.વ.54)ને પકડી તેના પરથી હવસનું ભૂત ઉતાર્યું હતું.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,યુસુફની પત્નીનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.પુત્ર દુબઇ રહે છે અને પુત્રી સાથે જ રહે છે.જે બનાવ દરમિયાન ઘરે હાજર નહોતી તેવું જાણવા મળ્યું હતું.