સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે રી-ઓપનિંગ; ભારતની પ્રથમ Diplomat-600 ડેન્ટલ ચેર સહિત વિશ્ર્વસ્તરીય ટેકનોલોજીથી સજ્જ
શહેર ભાજપ મંત્રી વિજયભાઈ પાડલિયાના પુત્રી ડો. ચાર્મી પાડલિયા છજલાની અને જમાઈ ડો. આશિષ છજલાની જૈન દ્વારા નવી ડેન્ટલ હોસ્પિટલનું ઉદ્ઘાટન
5 વર્ષની સફળતા બાદ યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ-2 ખાતે અતિઆધુનિક ટેકનોલોજીથી સજજ ક્લિનિક શરૂ કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપના મંત્રી શ્રી વિજયભાઈ પાડલિયાના પુત્રી ડો. ચાર્મી પાડલિયા છજલાની અને જમાઈ ડો. આશિષ છજલાની જૈન દ્વારા સંચાલિતACP DENTAL CARE હોસ્પિટલે 5 વર્ષની સફળ સફર પૂર્ણ કર્યા બાદ શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ના રોજ નવા સરનામે ભવ્ય અને અતિઆધુનિક હોસ્પિટલનો શુભારંભ કર્યો છે.
યુનિવર્સિટી રોડ, જલારામ પ્લોટ-2 ખાતે સ્થિત આ નવા ક્લિનિકનું રી-ઓપનિંગ લોકસભાના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા તથા ડીસીપી શ્રી રાકેશભાઈ દેસાઇ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા અને અનેક રાજકીય અગ્રણીઓ, કોર્પોરેટરો, સમાજ અગ્રણીઓ તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવી ACP DENTAL CARE હોસ્પિટલ દર્દીઓને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે વિશ્વસ્તરીય ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. જેમાં ભારત માટે પહેલીવાર લાવવામાં આવેલ ડીપલોમેટ-600 ડેન્ટલ ચેર, ACTEON 3D CBCT, સેન્ટ્રલાઇઝ ઓક્સીજન સીસ્ટમ સાથેનો ડેન્ટલ સર્જરી રૂમ, નાના બાળકોની સારવાર માટે નાઇટ્રસ ઓક્સાઇડ સેડેસન યુનિટ, દાંતના કવર માટેનું સ્કેનર અને દર્દ વગરની સારવાર માટેની ડેન્ટલ વાઇબ ઇન્જેક્શન સીસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ડો. આશિષ છજલાની જૈન અને ડો. ચાર્મી પાડલિયા છજલાની સહિત ડો. ધૈર્ય પાડલિયા અને ડો. રૂચિ ગરાળાની નિષ્ણાત ટીમ હવે જલારામ પ્લોટ – 2, શેરી નં.-2, જઇઈં બેંક બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ (મો.નં. 7990058791) ખાતે સેવા આપશે. આ સમગ્ર કાર્યક્રમનું સફળ માર્ગદર્શન વિજયભાઈ પાડલિયા અને સુરેશભાઈ છજલાની દ્વારા કરવામાં આવ્યું હતું.